• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પોરબંદર: બે કલાકમાં આરટીઓ અને પાણી પુરવઠાના કર્મચારીઓ પર એસીબીની નો ગાળિયો*

પોરબંદરમાં એક સાથે બે સ્થળોએ એ સી બી નો સપાટો બોલાવ્યો હતો જેમા દેગામ આરટીઓ કચેરીમાં છઝઘ અધિ. 5 હજારની લાંચ લેતા ઝડપાયા હતા જયારે પાણી પુરવથા બોર્ડની કચેરીમાં મદદનીશ મહિલા ઈજનેર -બે રોજમદાર 7 હજારની લાંચ લેતા પકડાયા હતા.
પોરબંદરમાં રહેતા ફરિયાદીએ પાણી પુરવઠા જાહેર બાંધકામ વિભાગની કચેરીનુ સમારકામ કર્યું હતું. જે અંગેનું બિલ પાસ કરવા માટે પાણી પુરવઠા બોર્ડના વર્ગ-2ના અધિકારી મદદનીશ ઈજનેર દિપ્તીબેન સતીષભાઈ થાનકીએ સહી તથા અભિપ્રાય આપવા બદલ કુલ મંજુર રકમના 1% લેખે રૂા.7,000/- લાંચની માગણી કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી આથી એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું જે છટકા દરમ્યાન ત્રણેય આક્ષેપીતોએ લાંચની માંગણી કરી, ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. જેમાં મસરી અને દીપ્તિની હાજરીમાં તેઓએ તેમના વતી રકમ દીપક સોલંકીને આપી દેવા જણાવ્યું હતું અને દીપક તેની જ ઓફીસમાં રૂ 7000ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.

એસીબી દ્વારા અન્ય એક સફળ રેડમાં પોરબંદરના દેગામ ખાતે આવેલ આર.ટી.ઓ. કચેરીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સામત ખીમાભાઈ કોડીયાતરે પી.યુ.સી સેન્ટર ચલાવનાર પાસે રૂ. 5 હજારની રકમ લેતા ઝડપાયા છે. જેમાં આર.ટી.ઓ કચેરી દ્વારા વાહનોના રી-પાસીંગ અંગેનો કેમ્પ ગત તા.28-3ના ચીંગરીયા ગામ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદી પાસે રીપાસીંગ કરી સર્ટી આપવાના વ્યવહાર પેટે પ્રથમ રૂ.15,700ની લાંચની માંગણી કરી તે પૈકી રૂ.10,700 લઇ લીધા હતા અને બાકીના રૂ.5,000 આપશે તો જ વાહનોના ફીટનેશ સર્ટી આપશે તેમ જણાવ્યું હતું જેથી ફરિયાદીએ એ. સી.બીનો સંપર્ક કરતાં એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં રૂ 5 હજારની લાંચના નાણાંની માગણી કરી, સ્વીકારતા ઝડપાયો હતો. પોરબંદરમાં ર કલાકના ગાળામાં જ બે સરકારી કચેરીઓમાં એસીબીની ટ્રેપમાં ક્લાસ-2 એન્જીનીયર અને આરટીઓના અધિકારી સહિત 3 ઝડપાતા શહેરભરમાં ચકચાર મચી છે

Related posts

પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે 8 મહિલા ક્રિકેટ ટીમ, ICC અને CGFએ કરી ઘોષણા

Hello Morbi

*મોરબીમાં બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ ઉત્સવનું આયોજન*

Hello Morbi

*HELLO MORBI:ધાંગધ્રા: હાલાણી પરિવાર દ્વારાશ્રી રવેચી માતાજીના પંચમ પાટોત્સવ ની ઉજવણી કરાઈ*

editor

Leave a Comment