• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના રવાપર રોડ પરના ૧૧ કોમ્પલેક્ષને ફાયર સુવિધા મામલે નગરપાલિકા દ્વારા નોટિસ અપાઈ*

મોરબી : રાજકોટના ગેમઝોન અગ્નિ કાંડ બાદ જાગેલી સરકારે રાજ્યના પાલિકા અને મહાનગરપાલિકાઓ શહેરમાં શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસ, મોલ, શોપિંગ કોમ્પલેક્ષોમાં ફાઇયર એનઓસી અંગે ચકાસણી કરવાના આદેશ આપતા મોરબી પાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલોમાં ચેકીંગ કર્યા બાદ આજથી ટ્યુશન ક્લાસ અને કોમ્પલેક્ષોમાં ચેકીંગ શરુ કર્યું ચ જેમાં બપોર સુધીમાં જ રવાપર રોડના 11 જેટલા કોમ્પ્લેક્ષોને નોટિસ ફટકારી બે દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે

મોરબીમાં છેલ્લ્લા ત્રણ દિવસમાં પાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા હોસ્પિટલોમાં ચેકીંગ કરી ચાર જેટલી હોસ્પિટલો અને એક જીમનેં સીલ કરી અનેક હોસ્પિટલોને નોટિસ આપ્યા બાદ આજથી ટ્યુશન ક્લાસીસો અને કોમ્પલેક્ષોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે બપોર સુધીમાં રવાપર રોડમાં નીલકંઠ શાળાથી લઈને પાલિકાની હદમાં આવતા કોમ્પ્લેક્ષોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં મોટાભાગના કોમ્પલેક્ષોમાં ફાયર એનઓસી ન જોવા મળતા બોમ્બે માર્કેટ, એમ.એમ. પ્લાઝા, માનવ પ્લાઝા, ગીતા કોમ્પ્લેક્ષ, સતનામ કોમ્પ્લેક્ષ સહિતના 11 જેટલા કોમ્પ્લેક્ષોને નોટિસ ફટકારી ફાયર સેફટી અંગેની બે દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જગદીશ ત્રિવેદીની ત્રણ મહિનાની અમેરીકાયાત્રામાં પોણા ચાર કરોડની સેવા*

editor

*આગામી ૧૩ અને ૨૦ ડિસેમ્બરે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા:100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુલાકાત લીધી*

editor

Leave a Comment