• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*૬૬ ટંકારા પડધરી બેઠક પર જાણીતા યુવા ઉદ્યોગપતિ અને સ્વચ્છ પ્રતિભા શાળી સંજય ભટાસણાના નામ પર આમ આદમી પાર્ટીની લાગી મહોર*

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા : તા ૧૬ હાલ ગુજરાત મા શોસિયલ મીડિયા પર છવાઈ ગયેલઆમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા એડી ચોટીનો જોર લગાવી સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા જેમાં મોરબી જિલ્લાની ૬૬ ટંકારા બેઠક ઉપર યુવા ઉદ્યોગપતિ અને શાંત, સરળ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા સમાજ સેવક એવા સંજય ભટાસણાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

 

૬૬ ટંકારા પડધરી બેઠક ઉપર આમ આદમી પાર્ટી એ કડવા પાટીદાર સમાજના યુવા અગ્રણી સંજય ભટાસણાને મેદાનમાં ઉતાર્યા છે. વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક રાષ્ટ્રપુરુષના જન્મ સ્થાન એવા મોરબી જિલ્લાની ટંકારા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક નેતા અને સમાજ સેવાને સમર્પિત યુવા ઉદ્યોગપતિ સંજય ભટાસણાને ટિકીટ આપવામાં આવતા ટંકારા પંથકમાં ખુશીની લાગણી છવાઈ છે અને ચોમેરથી શુભેચ્છા અભિનંદન નો વરસાદ થય રહો છે

સંજયભાઈ નો પરિચય આપિયેતો તેઓ ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલય ખાતે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરિયો છે સિરામિક ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર તરીકે એક દસકાથી પ્રજા વચ્ચે રહયા બાદ આમ આદમી પાર્ટીમા જોડાઈ સંજયભાઈ ભટાસણાએ આપ સંગઠનને મજબૂત કરવા સતત જહેમત ઉઠાવી ગામે ગામ સક્રિય યુવા અગ્રણીઓની ફૌજ ઉભી કરી છે.

 

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે પણ હોદો ધરાવતા સંજયભાઈનો જન્મ તા. ૦૭- ૦૫- ૧૯૯૧ના રોજ ટંકારાના નાના એવા ધ્રુવનગર ગામે થયેલ છે. હાલ સંજયભાઈ ભટાસણાને ૬૬ ટંકારા બેઠક માટે ટિકિટ મળતા ચોતરફથી મોબાઈલ નંબર 9879611672 ઉપર અભિનંદન મળી રહ્યા છે.

Related posts

*HELLO MORBI: મોરબી: ક્રિકેટ હેડ કોચ નિશાંત જાની BCCI કોચની પરીક્ષામાં ઉચ્ચક્રમાંક સાથે દ્રિતિય ચરણમાં પ્રમોટ થયા* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે ૧૫૦૦ પેકેટ લાડું નું વિતરણ કરી ઉતરાયણ ની ઉજવણી કરવા માં આવી*

editor

*જોડિયા તાલુકા કક્ષાનું ઓનલાઈન વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2021-22 યોજયુ.* 

Hello Morbi

Leave a Comment