• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જીવનદર્શન* *વિવિધ રચનાત્મક વિચારો થકી પ્રેરણાદાયી જીંદગી જીવતા દિયોદર/કડીના શ્રી જીતુભાઈ રસિકલાલ અખાણી*

જીવનદર્શન
વિવિધ રચનાત્મક વિચારો થકી પ્રેરણાદાયી જીંદગી જીવતા દિયોદર/કડીના શ્રી જીતુભાઈ રસિકલાલ અખાણી
————————————–
કેટલાક મિત્રો રચનાત્મક,હકારાત્મક,સકારાત્મક વિચારોના ભંડાર સમાન હોય છે.પિતા રસિકલાલ ભોગીલાલ અખાણી અને માતા કાંતાબેનના પરિવારમાં તારીખ 21-10-1966 ના રોજ મોસાળ ગામ સાતપુરા(વારાહી) ખાતે જન્મેલા દિયોદરના વતની અને હાલ કડી ખાતે રહેતા જીતુભાઈ અખાણી ખૂબ જ પોઝીટીવ વિચારસરણી ધરાવતા મળવા જેવા અને જાણવા જેવા માણસ છે.એસ.એસ.સી.સુધી દિયોદર ખાતે અભ્યાસ કરી એચ.એસ.સી.થરા ખાતે કર્યું.બી.કોમ.ડીસા કોલેજમાં કર્યા બાદ એમ.કોમ.અમદાવાદ ખાતે પૂર્ણ કર્યું.
બી.એ સુધી ભણેલ,સામાજીક પ્રવૃતિઓમાં રસ ધરાવનાર,અનેક રચનાત્મક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ તેમજ રસોઈ કામગીરીમાં વિશેષ રસ ધરાવનાર લોલાડાનાં કિશોરીબેન વસરામભાઈ ઠકકર સાથે લગ્ન થયા બાદ જીતુભાઈના જીવનમાં પણ રચનાત્મક પ્રગતિ થઈ. પ્રખ્યાત ગુજરાતી ચેનલમાં કિશોરીબેનના રસોઈ શો ના એપિસોડ પ્રસિધ્ધ થયેલ છે.કડી ખાતેની જે.સી.આઈ. જેવી સામાજીક સંસ્થામાં તેઓ સક્રિય છે.જે.સી.આઈ.દ્રારા કડી ખાતે તાજેતરમાં જ સમુહલગ્ન થયેલ તેમાં કિશોરીબેન પ્રોજેક્ટ ડાયરેક્ટર હતાં.તેમણે તાજેતરમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
જીતુભાઈને બે હોનહાર દીકરીઓછે.પ્રથમ દીકરી ૠતુબેન મૂળ અરજણસરના અમદાવાદ ખાતે રહેતા બી.ફાર્મ થયેલ તેમજ દવાના બિઝનેસ સાથે સંકળાયેલ યશકુમાર ઘનશ્યામભાઈ ઠકકર/ગોકલાણી સાથે પરણાવેલ છે.ૠતુબેને કડી ખાતેથી બી.કોમ.કરી અમદાવાદ ખાતેથી ફેશન ડિઝાઈનીંગ કરેલ છે તેમજ સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોગા ક્લાસીસ ચલાવે છે.બીજી દીકરી મિક્ષુબેન આણંદ કોલેજમાંથી માસ કોમ્યુનિકેશન જર્નાલિઝમનો અભ્યાસ કર્યા બાદ હાલે અમદાવાદ ખાતે ટેલિવિઝન એન્કરની જોબ કરે છે.
દિયોદર-બનાસકાંઠાના વતની જીતુભાઈ છેલ્લા 25 વર્ષથી મહેસાણા જિલ્લાના કડી ખાતે સ્થાયી થયા છે.તેઓ છેલ્લા 22 વર્ષથી રેડીમેઈડ કાપડના બિઝનેસ સાથે સંકળાયેલ છે.પાંચ વર્ષ પહેલાં તેમણે કડી/કલોલ જલારામ સેવા ટ્રસ્ટના ખૂબ જ જાગૃત,કર્મઠ,નિષ્ઠાવાન,સક્રિય પ્રમુખ તરીકે નોંધનીય સેવાઓ આપી હતી.
તેમના પ્રમુખપણા દરમિયાન રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટ દ્રારા કડી ખાતે સફળ,સાર્થક તેમજ શ્રેષ્ઠ સમુહલગ્નનું આયોજન થયું હતું.છેલ્લા વીસ વર્ષથી તેઓ જલારામ સેવા ટ્રસ્ટમાં સક્રિય કારોબારી સભ્ય છે.એક વિશિષ્ટ પ્રકારનો રચનાત્મક દષ્ટિકોણ ધરાવતા જીતુભાઈ અખાણીને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર 9824137647 છે.
1996 થી કડી ખાતે સતત સામાજીક પ્રવૃતિઓ કરી જલારામ મંદિરના નિર્માણમાં તેઓ સહભાગી બનેલ છે.કડી ઉપરાંત કલોલ,છત્રાલ,ગાંધીનગર,કલ્યાણપુરા,અડાલજ સહિત વિવિધ ગામોના લોહાણાઓનો સંપર્ક કરી મજબૂત સંગઠન થકી તેઓ જલારામ મંદિર નિર્માણમાં પથદર્શક બનેલ છે. કડીમાં જલારામ મંદિર નિર્માણના ફંડ હેતુ મહાદેવભાઈ દયારામભાઈ,વિનોદભાઈ ફતેરામભાઈ,ગુણવંતલાલ કાળીદાસ,જીતુભાઈ ગીરધરલાલ,મુકેશભાઈ માણેકલાલ,ભગવાનભાઈ ચત્રભૂજભાઈ જેવા વિવિધ લોહાણા અગ્રણીઓ સાથે ગુજરાતનાં અનેક શહેરોમાં ફરીને તેમણે સંપર્ક તેમજ ફંડ એકત્રિકરણની પ્રેરણાદાયી કામગીરી કરેલ છે.હંમેશાં પાયાનું કામ કે ચણતર જ અઘરૂં હોય છે અને એ કામ જીતુભાઈ અને તેમની ટીમે જવાબદારીપૂર્વક કર્યું છે.
કડી જલારામ મંદિર ખાતે શ્રી જલારામ જન્મજયંતિ,રામનવમી,જન્માષ્ટમી જેવા વિવિધ તહેવારો નિયમિત રીતે ઉજવાય છે.સુંદરકાંડ ઉપરાંત દર પૂનમે ભજન તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
અમદાવાદમાં શ્રી વિનોદભાઈ સોમચંદભાઈ ઠકકરના નેતૃત્વમાં થલતેજ ખાતે બનેલ શ્રી જલારામ કન્યા છાત્રાલયની તેઓ ભારે પ્રશંસા કરે છે.અમદાવાદમાં આ પ્રકારે જ ઉતર ગુજરાત દેશી લોહાણા મહાજન દ્રારા સગવડતાપૂર્ણ મહાજન વાડી કે પાર્ટી પ્લોટ બને તો ઓછી આવક ધરાવતા અનેક લોહાણા પરિવારોને મદદરૂપ થઈ શકાય તેવું તેઓ માને છે.
કોમર્સનો અભ્યાસ હોવા છતાં સાહિત્ય,લેખન,વાંચન,પત્રકારત્વ એ જીતુભાઈના શોખના વિષયો છે.દિયોદર ખાતેથી “ભ્રષ્ટાચાર મિથ્યા” નામનું સાપ્તાહિક તેમણે છ વર્ષ ચલાવ્યું હતું.તેમણે ગુજરાત સમાચાર,જનસતા,સંદેશ દૈનિકોમાં પ્રેસ રિપોર્ટર તરીકે કામ કરેલ છે.બનાસકાંઠા પત્રકાર સંઘ તેમજ તંત્રી સંઘમાં રહી જિલ્લાની અનેક સમસ્યાઓને તેમણે વાચા આપેલ છે.દુષ્કાળ વખતે અવારનવાર રજૂઆતો કરી ઘાસ,અનાજ, પીવાના પાણીની સગવડ તેમણે કરાવી હતી.
રાજકારણના શોખને લીધે જીતુભાઈ સેજાણી જ્યારે દિયોદર તાલુકા ભાજપ મહામંત્રી હતા ત્યારે જીતુભાઈ અખાણીએ ભાજપ કારોબારીમાં રહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડી હતી.દૈનિક અખબારોમાં તેઓ નિયમિત કંઈક લખતા જ રહે છે.ચૂંટણી વખતે જનસતામાં તેઓ બનાસકાંઠા જિલ્લાના સ્પેશિયલ રિપોર્ટ મોકલતા હતા.રખેવાળ દૈનિકમાં એમની નિયમિત કોલમ ચાલતી હતી.નારી જાગૃતિ,નારી સ્વતંત્રતા વિષે તેમના અનેક લેખો પ્રસિધ્ધ થયા છે.ગાંધીનગર સમાચારમાં તેમની 100 થી વધુ ટૂંકી વાર્તાઓ પ્રસિધ્ધ થયેલ છે.દિયોદરથી કડી ગયા પછી લેખન,વાંચન,રાજકારણ,પત્રકારત્વના શોખમાં ઓટ આવી છે પણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરની પ્રેરણાથી તેઓ ફરીથી લોહાણા ન્યૂઝમાં લખતા થયા છે.
ગુણવંત શાહ,જય વસાવડા,કાજલ ઓઝા વૈધ,કનુભાઈ આચાર્ય એમના પસંદગીના લેખકો છે.અંબાજી,કુલુમનાલી,શ્રીનગર,માઉન્ટ આબુ એમનાં મનગમતાં સ્થળો છે.અમેરિકા તેમને વધારે ગમે છે.કનુભાઈ આચાર્ય અને ભગવાનભાઈ બંધુ જેવા સાહિત્યકારો સાથે તેઓ સતત સંપર્કમાં રહે છે.ગુજરાત વિધાનસભાના તત્કાલિન અધ્યક્ષ આદરણીય મુરબ્બી શ્રી હિંમતલાલ મુલાણી સાહેબ દ્રારા ડીસા જલારામ મંદિર જમીન સંપાદન કામગીરીને વેગ મળેલ ત્યારે જ 1998-99 માં કડી ખાતે જલારામ મંદિર બનાવવાનો સૌને વિચાર આવેલ એવું જીતુભાઈ સ્પષ્ટપણે માને છે.
તેમનાં એક બહેન રેખાબેન હર્ષદકુમાર ઠકકર તેમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે.
અનેક સત્કાર્યોના સહયોગી,સારા વિચારોના જનરેટર,નક્કર કામ કરનાર,ખૂબ જ ઉર્જાવાન એવા જીતુભાઈ ઠકકરને ખૂબ ખૂબ અભિનંદન સાથે અઢળક શુભેચ્છાઓ.તેઓ નિરામય દીર્ઘાયુ સાથે સતત સમાજની સેવા કરતા જ રહે તેવી સદભાવના.
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
મોબાઇલ:9825638643

Related posts

*HELLO MORBI NEWS: માળીયા: આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ના તાબા હેઠળ આરોગ્ય શિબિરનું આયોજન કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મહેતા પરિવારના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI: સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ માં કન્યા દાનનો લાભ લેવા અપીલ*

editor

Leave a Comment