• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસામાં વિશ્વા ઠકકરના જન્મદિવસ નિમિતે પૂજ્ય જલારામ બાપાના ભજનનનું કરાયું વિશિષ્ટ આયોજન*

ડીસામાં વિશ્વા ઠકકરના જન્મદિવસ નિમિતે પૂજ્ય જલારામ બાપાના ભજનનનું કરાયું વિશિષ્ટ આયોજન
——————————
ડીસા નગરમાં છેલ્લા છ વર્ષથી અતિ નિયમિતપણે દર ગુરૂવારે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્રારા ગૌસાવા હેતુ પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.ધર્મપ્રેમી પરિવારો જન્મદિવસ,લગ્નદિવસ,પૂન્યતિથિ,વાસ્તુ,વ્યવસાયિક ઉદ્ઘાટન,લગ્ન પ્રસંગ,સગપણ,વિદેશગમન જેવા વિવિધ અવસરોએ પૂજ્ય જલારામ બાપાનાં ભજન કરાવી મહામૂલા આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
ડીસાનાં શ્રીમતી જશીબેન જયંતીલાલ રૂપસીભાઈ રતાણી પરિવારના અનીલકુમાર જયંતીલાલ ઠક્કર તેમજ શ્રીમતી પાયલબેન અનીલકુમાર ઠકકરની લાડકવાયી દીકરી ચિરંજીવી વિશ્ર્વાનો ગત ગુરૂવારે જન્મદિવસ હોઈ પૂજ્ય જલારામ બાપાના ભજનનું તેમના નિવાસસ્થાને ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય આયોજન કરાયું હતું.આ શુભ અવસરે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની તમામ બહેનોએ ચિરંજીવી વિશ્ર્વાનું ફૂલહાર,ફૂલછડી તેમજ ફૂલોની પાંખડીઓથી સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા.ભાઈઓએ જયંતીલાલ રૂપસીભાઈ રતાણી પરિવારનું સન્માન કર્યું હતું.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં રૂપિયા 57962 ની ગૌસેવા એકત્ર થઇ હતી.સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.
જયંતીલાલ રૂપસીભાઈ રતાણી પરિવારે જલારામ બાપાના ભજનના સુંદર આયોજન બદલ તેમજ તેમના આંગણે સૌ પધાર્યા એ બદલ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*પારડી શીતળા માતાજી ના વિસ્તાર માં જલ સેનલ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી સતવારા સમાજ અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા.*

editor

*સુરેન્દ્રનગર થી લોહાણા સમાજના બારોટ નિકુલભાઈ બારોટની મોરબી ખાતે યોજતા રઘુવંશી મહા સંમેલન માં ઘરો ઘરથી ને ગામો ઞામથી લોહાણા સમાજ ઉમટી પડે તેવી અપીલ*

Hello Morbi

Leave a Comment