• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વારંવાર શોશિયલ મીડિયા મારફત પ્રજા ને ગુમરાહ કરતા મોરબી ના ધારાસભ્ય શહેર યાત્રા કરી પ્રજા ની મુશ્કેલી સમજે:કોગ્રેસ*

*વારંવાર શોશિયલ મીડિયા મારફત પ્રજા ને ગુમરાહ કરતા મોરબી ના ધારાસભ્ય શહેર યાત્રા કરી પ્રજા ની મુશ્કેલી સમજે .કોગ્રેસ*
………………………………………………..
*મોરબી શહેર ની એ ગ્રેડ ની કહેવાતી નગરપાલિકા લોકો ને પ્રાથમિક સુવિધા આપવા માં સરેઆમ નિષ્ફળ ગયેલ છે*
*આજ જ્યા જુઓ ત્યા ઉભરાતી ગટરના ના ગંદા પાણી શેરી ગલી માં અંઘકાર બિસ્માર રોડ રસ્તા જ્યા જુવો ત્યાં ખાડા ઓ અને શેરી ગલી અને મેઈન રોડ રસ્તા પર વરસાદી પાણી નો ભરાવો આ છે મોરબી શહેર ની વાસ્તવિક સ્થિતિ*
*મોરબી નગરપાલિકા માં વહીવટદાર નું શાસન ચાલી રહિયું છે અને તેમાં મોરબી ના ધારાસભ્ય બેક સીટ ડ્રાઇવિંગ કરી રહ્યા છે ત્યારે મોરબી શહેર ને નર્કાગાર માં ફેરવી નાખેલ છે ત્યારે અવાર નવાર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ના મોહ માં વારંવાર વિડિયો જાહેર કરી લોકો ને ગુમરાહ કરે છે પાછા જે લોકો મોરબી ની સ્થિતિ ની સાચી રજૂઆત કરે છે એને રત્ન દુઃખિયા કહી ઉતારી પાડતા ઘારસભ્ય માં થોડી પણ શરમ હોયતો લોકો ની સમસ્યા ઉકેલવા અને સમસ્યા ને સાંભળવા પ્રજા વચ્ચે જાય તો એને ખ્યાલ આવે કે તમારા રાજ માં પ્રજા કેટલી પરેશાન છે બાકી મોરબી માં આપ ધારાસભ્ય તરીકે ઘણા વરસો થી છો છતાં મોરબી શહેર ની સમસ્યા ઉકેલવા માં તમે કોઈ નક્કર કામગીરી કરી હોવ તેવું લાગતું નથી*
*મોરબી માં જે રોડ રસ્તા બને છે તે નબળી ગુણવતા ના બને છે રોડ રસ્તા ખોદિ કામ ધીમી ગતિએ ચાલે છે જેથી લોકો ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે સમય મર્યાદા માં કોઈ કામગીરી પૂર્ણ કરવા માં આવતી નથી મોરબી શહેર ની મોટા ભાગ ની ભૂગર્ભ ગટર ની કુંડી તૂટી ગયેલ છે જેના કારણે મોરબી શહેર માં ચારે બાજુ ગટર ઉભરાય છે પહેલા આ તૂટી ગયેલ કુંડી તાત્કાલિક રિપેર કરવી જરૂરી છે પ્રજા ને જરૂરી પ્રાથમિક સુવિધા આપવા માં મોરબી ના ધારાસભ્ય અને નગરપાલિકા ના વહીવટદાર નિષ્ફળ ગયેલ છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી ની પ્રેસ યાદી જણાવે છે કે ખાલી વારંવાર વિડિયો બહાર પાડી પ્રજા ને ગુમરાહ કરવા નું ધારાસભ્ય બંધ કરે અને મોરબી શહેર માં રૂબરૂ જાઈ ને પ્રજાને પડતી મુશ્કેલી સમજી ને પ્રજા ને જરૂરી પ્રાથમિક સુવિધા ઓ તાત્કાલિક આપવા માં આવે તેવી માંગ કરવા માં આવે છે*

Related posts

*વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં* *૯મી ફેબ્રુઆરી સુધી પ્રવેશબંધી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રોમાનિયન એપાર્ટમેન્ટ બ્લોક પર ડ્રોન અથડાયા બાદ નાટોએ રશિયન ‘બેદરકારી’ની નિંદા કરી*

editor

*જોડિયાના દુધઈ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment