
આમરણ તા ૨૮ (*લલીત નિમાવત દ્વારા*)આમરણ ચોવીસી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ થયા વરસાદ ચાલુ હોવાથી ઉપરવાસમાં આવેલ કોઈલી પાસે ના આવેલ ડેમ ડેમી 3 ઓવર ફ્લો થતાં ડેમના 11 દરવાજા સાત ફૂટ ખોલવામાં આવેલ હોવાથી આમરણ ચોવીસીના ગામડાઓ તેમજ આમરણ ગામ બેટમાં ફેરવાયા હતા આમરણ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ દુકાનો તેમજ ઇન્દિરા આવાસ ટાટા નગર માં પાણી ફરી વળ્યા હતા નદી કાંઠા ના ગામો ધુળકોટ. કોયલી બાદનપર. માવનુગામ. અંબાલા. બેલા.રામપર (પાડાબેકર). ફડસર. ઝીંઝુડા. તેમજ ઉ. સામપર વગેરે ગામો બેટમાં ફેરવાયા હતા 13 ઇંચ જેટલો વરસાદ થયેલ છે



