• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

*મોરબી કંડલા બાયપાસ ફોરલેન નો લાભ વાવડી થી આમરણ વિસ્તારને પણ મળે તે માટે કે.ડી.પડસુમ્બીયારજુઆત*

મોરબીના વાવડી ગામ થી આમરણ સુધીનો માર્ગ 2012માં બન્યો બન્યો અને એ પણ સાંકડો હોવાથી વાહનચાલકોને હાલાકી તારી માર્ગ હોય જેથી વિકાસ લક્ષી સરકારે ઝડપી મોરબી શહેર જિલ્લાના માર્ગોને મજબૂત અને પહોળા બનાવવા જોઈએ તેવી માગણી અને લાગણી લેખિતમાં કે.ડી. પડસુમ્બીયા રજૂઆત કરી છે જેમાં તેઓએ જણાવેલ છે કે, મોરબી કંડલા બાયપાસથી નાની વાવડી ગામ સુધી રાજ્ય ધોરી માર્ગને ફોરલેનમાં રૂપાંતર કરવાની તાતી જરૂરિયાત છે.નાની વાવડી ગામથી અમરણ ગા.મ સુધીનો રોડ હાલમાં ખૂબ જ સાંકડો અને બિસ્માર હાલતમાં છે. આ રોડ વર્ષ 2012માં બનાવ્યો હતો. ત્યારે હવે નાની વાવડીથી આમરણ સુધીમાં રોડ 10 મીટર પહોળો કરવો જરૂરી છે. મોરબીથી આમરણ સુધીમાં 15 ગામો આવેલા છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે.આ રોડ ઉપર પાંચ યાત્રાધામ જેવા કે, કબીર આશ્રમ, દશામાંનું મંદિર નાની વાવડી ખાતે અને નકલક ધામ બગથળા ખાતે તેમજ ખીમ સાહેબ , દાવલશા પીરની દરગાહ અમરણ ખાતે આવેલ છે.આ જરૂરિયાતોને ધ્યાનમાં લઈને કંડલા બાયપાસથી નાની વાવડી ફોરલેન તથા નાની વાવડીથી આમરણ સુધી 10 મીટરનો હેવી રોડ બનાવવાની માંગણી કરી છે

Related posts

*મોરબી જિલ્લામાં મતદાન મથકની નજીકના વિસ્તારમાં પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.બાબુલાલ ઝવેરચંદ કારીયા (આર્ય પાન) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*આંતતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા નવરાત્રી ના પાવનપર્વે કન્યા પૂજન યોજાયુ*

Hello Morbi

Leave a Comment