• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: રાજપર ગામે ઓધા તળાવથી કંડક્ટર તળાવ જોડવાના કામ માટે રૂ. ૫૨ લાખ મંજૂર કરાવતા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા*

તા.૧૩.૦૮.૨૦૨૬
*રાજપર ગામે ઓધા તળાવથી કંડક્ટર તળાવ જોડવાના કામ માટે રૂ. ૫૨ લાખ મંજૂર કરાવતા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા*

(*નૈમિષ સેજપાલ દ્વારા*)૫૦૦૦ વીઘા જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે: ખેડૂતોમાં હર્ષની લહેર
• *મોરબી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તુલસીબેન કેતનભાઈ મારવણીયા અને ગ્રામજનોએ ધારાસભ્યશ્રી તથા રાજ્ય સરકારનો આભાર માન્યો*
મોરબી:
મોરબી તાલુકાના રાજપર ગામના ખેડૂતો અને ગ્રામજનો માટે અતિ મહત્વના અને આનંદના સમાચાર આવ્યા છે. રાજપર ગામે આવેલા ‘ઓધા તળાવ’થી ‘કંડક્ટર તળાવ’ને જોડવાના મહત્વકાંક્ષી કામ માટે ટંકારા-પડધરી વિસ્તારના *લોકપ્રિય ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયાના* સનિષ્ઠ પ્રયાસોથી રૂપિયા 52 લાખ જેવી મોટી રકમ મંજૂર કરવામાં આવી છે.

આ કામગીરી પૂર્ણ થવાથી રાજપર ગામની આશરે ૫૦૦૦ વીઘા ખેતીની જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. પરિણામે વિસ્તારના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે, જેથી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે. આ નિર્ણયને કારણે રાજપર ગામના સમગ્ર ખેડૂત સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે.

રાજપર ગામના જ વતની અને મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ *શ્રીમતી તુલસીબેન કેતનભાઈ મારવણીયા અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કેતનભાઈ મારવાણીયા અને લીલાલહેર ગ્રુપ તેમજ ગામના આગેવાનો અને ખેડૂતોએ આ લોકઉપયોગી કાર્ય માટે *ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાનો* હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ ગામના ખેડૂતોએ પ્રજાલક્ષી નિર્ણય બદલ રાજ્ય સરકારનો પણ આભાર માન્યો છે.

ભાવેશ કાનાણી
મિડીયા ઇન્ચાર્જ મોરબી જિલ્લા ભાજપ

Related posts

*HELLO MORBI:મોરબીના મકનસર ગામની સીમ તુલસી કોમ્પ્લેક્ષમાં આવેલ શ્રી ભકિત ટ્રાન્સપોર્ટની ઓફીસમાં ચાલતા જુગરધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા*

editor

*HELLO MORBI:જન્માષ્ટમીનો તહેવાર સૌને પ્રેમ, સુખ અને શાંતિ અર્પે એ જ અભ્યર્થના : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છાઓ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી*

editor

Leave a Comment