• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ચાલુ વરસાદે ડીસામાં જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

ચાલુ વરસાદે ડીસામાં જલારામ બાપાના ભજનની જામી રમઝટ
પૂજ્ય જલારામ બાપાના ભજન માટે ડીસા નગરના જલારામ ભક્તો,ગૌભકતો કોઈ પણ ઋતુ કે કોઈ પણ પરિસ્થિતિમાં હરહંમેશ દર ગુરૂવારે સમયસર હાજર થઈ ભજનનો સંપૂર્ણ નિજાનંદ માણે છે.
ગુરૂવારે કરસનભાઈ ઈશ્વરભાઈ સુથાર પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ચાલુ વરસાદે પણ હરિભક્તો મોટી સંખ્યામાં પધાર્યા અને ભજનની રમઝટ જામી હતી.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે 50000 પચાસ હજાર રૂપિયા જેટલી ગૌસેવા એકત્ર થઈ હતી. ભજન યજમાન કરસનભાઈ ઈશ્વરભાઈ સુથાર પરિવારનું પૂજ્ય જલારામ બાપાના સ્મૃતિચિન્હથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આગામી ગુરુવારે વાલ્મીકિ સમાજના અગ્રણી કિશોરભાઈ મગનભાઈ ચૌહાણ પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન હોઈ સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનનું નિયમિત વ્યસન હોય તેવા હરિભક્તોની સંખ્યા સતત વધતી હોઈ સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*કાંતિભાઈ અમૃતિયા નો માળિયા તાલુકા નો પ્રવાસ કાર્યક્રમ*

Hello Morbi

*ગીર સોમનાથ જિલ્લા ના ૨૦ માછીમારો પાકીસ્તાન જેલ માં થી મુક્ત કરવામાં આવ્યા*

Hello Morbi

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકાના બોડકા ગામે સતી માતાજી ના મંદિર રાત્રે લૂંટ ની ઘટના*

editor

Leave a Comment