• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: શ્રી જલારામ મંદિર ડીસાના સેવક સદગત દીલીપભાઇ બારોટની યોજાઈ પ્રાર્થનાસભા*

*શ્રી જલારામ મંદિર ડીસાના સેવક સદગત દીલીપભાઇ બારોટની યોજાઈ પ્રાર્થનાસભા*
*છેલ્લા ચાર વર્ષથી શ્રી જલારામ મંદિર ડીસા ખાતે સેવક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા દીલીપભાઇ બારોટનું આકસ્મિક નિધન થતાં તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા જલારામ મંદિર ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું*
*એ પહેલાં જલારામ ભક્તો સર્વ કનુભાઈ આચાર્ય, શારદાબેન આચાર્ય, ભગવાનભાઈ બંધુ,ચારૂબેન ઠક્કર,આર.ડી.ઠકકર, કેશવલાલ ચાવડા, દીલીપભાઇ રતાણી, કલ્પેશભાઈ -લાલાભાઈ સહિત સૌએ તેમના વતન જંગરાલ ખાતે જઈ બેસણામાં હાજરી આપી પરિવારને સાંત્વના આપી હતી*
*પ્રાર્થના સભામાં સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, પ્રહલાદભાઈ સહયોગ, ચંદુભાઈ એટીડી, સુરેશભાઈ દેવવાળા,ઈશ્વરભાઈ રાવળ,કેશવલાલ ચાવડા, પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર સહિત સૌએ શાબ્દિક શ્રધ્ધાંજલિ અર્પણ કરી સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.બે મિનિટનું મૌન પાળી ઉપસ્થિત સૌએ ઈષ્ટદેવતાને પ્રાર્થના કરી હતી*
*સદગત દીલીપભાઇ બારોટ પરિવારના વાસુદેવભાઈ, કિરીટભાઇ, નિરંજનભાઈ, વિપુલભાઈ,આકાશભાઈ સહિત સૌ ખાસ ઉપસ્થિત રહ્યા હતા*
*વાસુ ભાઈ જગન્નાથભાઈ બારોટે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી જ્યારે વિપુલભાઈ બારોટે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.સમગ્ર પ્રાર્થના સભાનું સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું*

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત ન્યાય લડતમા તમામ ગામના ખેડૂતોને જોડાવવા આહવાન*

editor

*ગટરનું નવું ઢાંકણું નાખી દેવા બદલ ચીફ ઓફિસર સહિત નાનો આભાર વ્યક્ત કરતા*

Hello Morbi

ભારતરત્ન વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાયી નાં જન્મદિવસ ને સુશાસન દિવસ તરીકે ની ઉજવણી. બાલંભા માં

Hello Morbi

Leave a Comment