
મોરબી-જેતપર રોડ પીપળી ગામ નજીક ઇંગ્લીશ દારૂના કટીંગ સમયે ઇંગ્લીશ દારૂની
બોટલો ૩૪૫૬ કિ.રૂ.૩,૪૫,૬૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૩૯,૦૫,૪૦૪/- નો
મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા.૨૯/૦૩/૨૦૨૫
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની ગે.કા. પ્રવૃતિ અટકાવવા શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી.મોરબીનાઓને સુચના કરેલ હોય જેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ.શ્રી બી.ડી.ભટ્ટ તથા શ્રી. એસ.આઈ.પટેલ એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડના પોલીસ ઇન્સશ્રી વી.એન.પરમાર તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો કાર્યરત હતા.દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. સુરેશભાઇ હુંબલ, જિજ્ઞાશાબેન કણસાગરા સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, મહેંદ્રનગર આઇ.ટી.આઇ.ની સામે જી.ઇ.બી પાછળ રહેતા ઉદયભાઇ જોરૂભાઇ કરપડા એ એક ટાટા ટ્રેઇલર નંબર- RI-36-GB-3434 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને હાલે મોરબી જેતપર રોડ પીપળી ગામ નજીક આવેલ મનીષ કાંટા પાસે શિવ કોમ્પલેક્ષની પાછળ આવેલ માર્ક સીરામીક રો-મટીરીયલ્સ નામની ઓફીસની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં મજકૂર ઇસમ પોતાના માણસો સાથે મળી આ ટ્રક ટ્રેલરમાંથી ઇંગ્લીશ દારૂ અલગ-અલગ વાહનોમાં ભરી અને ઇંગ્લીશ દારૂનુ કટીગ કરનાર છે. તેવી હકીકત મળતા એલ.સી.બી.સ્ટાફના માણસો તથા અધિકારીશ્રી હકીકતવાળી જગ્યાએ તાત્કાલીક જઇ રેઇડ કરતા સદરહૂ જગ્યાએથી ટ્રક ટ્રેઇલર તથા એક ઇનોવા ફોર વ્હીલ કાર મળી આવતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવતા નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમો વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આમ મોરબી એલ.સી.બી.ટીમને મોરબી-જેતપર રોડ પીપળી ગામ નજીક ઇંગ્લીશ દારૂનુ કટીંગ થાય તે પહેલા ઇંગ્લીશ દારૂની બોટલો ૩૪૫૬ કિ.રૂ. ૩,૪૫,૬૦૦તથા તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૩૯,૦૫,૪૦૪/- નો મુદામાલ પકડી પાડવામાં સફળતા મળેલ છે.> આરોપીના નામ સરનામા:-
(૧) ટાટા ટ્રક ટ્રેઇલર રજી.નં. RJ-36-GB-3434 નો ચાલક
(૨) ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર ઉદયભાઇ જોરૂભાઇ કરપડા રહે. મોરબી હળવદ રોડ આઇ.ટી.આઇ.ની સામે જી.ઈ.બી.ની પાછળ મહેંદ્રનગર તા.જી.મોરબી
૩) ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર તથા તપાસમાં ખુલ્લે તે.> પકડાયેલ મુદામાલની વિગત –
૧) કાઉન્ટી ક્લબ ડીલક્ષ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪૦ કિ.રૂ ૨૪,૦૦૦/-.
૨) વાઇટ લેક વોડકાની ઓરેન્જ ફ્લેવરની ૧૮૦ એમ.એલ. બોટલો નંગ-૩૨૧૬ કિ.રૂ.૩,૩૨,૬૦૦/-
(૩) ટ્રક ટ્રેઇલર નંબર-RJ-36-GB-3434 કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- તથા ઇનોવા કાર રજી.નં. GJ-06-KH-2435 કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા સફેદ માટી આશરે ૪૧ ટન કિ.રૂ.૫૯,૮૦૪/-, બિલ્ટી, ઇનવોઇસ બીલ, આધારકાર્ડ ,પાનકાર્ડ, ચુટણી કાર્ડ,ડ્રાઇવીંગ લાયસન્સ મળી કુલ કિ.રૂ.૩૯,૦૫,૪૦૪/- નો મુદામાલ કબજે કરેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા તથા વી.એન.પરમાર પોલીસ ઇન્સપેકટર પેરોલ/ફર્લો સ્કોડ તથા PSI શ્રી,બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી.સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

