• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૧૬ થી ૨૦ ડિસેમ્બર સુધી ૫ દિવસ માટે પ્રવેશબંધી*

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે પશ્ચિમ રેલ્વે અમદાવાદ યુનિટના પશ્ચિમ રેલ્વે, રાજકોટ સબ ડિવીઝનના પોલીસ અધિકારી/કર્મચારીઓની વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૧૬/૧૨/૨૦૨૪ અને ૨૦/૧૨/૨૦૨૪ સુધી કુલ ૫ દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તારીખ ૧૬/૧૨/૨૦૨૪ અને ૨૦/૧૨/૨૦૨૪ સુધી કુલ ૫ દિવસ જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

Related posts

*મોરબી જલારામ સેવા મંડળ ના અગ્રણી મોરબી નગર પાલિકાના ચેરમેન ભાવિન ઘેલાણી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિશુલ્ક ઉકાળા વિતરણ શરૂ*

Hello Morbi

*HELLO MORBI: ૧૬ સપ્ટેમ્બરના રોજ ટંકારા ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

*મોરબી નગરપાલિકા વોર્ડ નં 3 માં વરસાદી પાણી ના ભરાવવા ના કારણે જેન ઘર્મ માં માનનાર લોકો દેરાસર માં જય સકતા નથી .મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

Leave a Comment