• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:સલાયા લોહાણા મહાજન આયોજિત ચૈત્રી નવરાત્રીની આજરોજ દીપ પ્રાગટ્ય કરી થઈ વિધિવત શરૂઆત*

*સલાયા લોહાણા મહાજન આયોજિત ચૈત્રી નવરાત્રીની આજરોજ દીપ પ્રાગટ્ય કરી થઈ વિધિવત શરૂઆત*

*સલાયા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ સ્વ.દામોદરભાઈ પોપટલાલ કાનાણીના ધર્મપત્નીએ દિપ પ્રાગટ્ય કરી કરાવી શુભ શરૂઆત*

સલાયા લોહાણા મહાજન દ્વારા ઘણા વર્ષોથી ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.જેમાં ફક્ત બહેનો દ્વારા માતાજીના ગરબા અને રાસ કરવામાં આવે છે. આજરોજ નવરાત્રીના પ્રથમ દિવસે સલાયા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ સ્વ.દામોદરભાઈ પોપટલાલ કાનાણીના ધર્મપત્ની વિજયાબેનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિધિવત રીતે ગરબાની શરૂઆત કરવામાં આવી હતી.આ સમયે સલાયા લોહાણા મહાજનના હાલના વર્તમાન પ્રમુખ ભરતભાઈ લાલના ધર્મપત્ની ભારતીબેન લાલ પણ સાથે જોડાયા હતા.તેમજ વિજયાબેનનું સલાયા લોહાણા મહાજન વતી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ ચૈત્રી નવરાત્રીમાં દરરોજ બહેનો દીકરીઓ રાસ ગરબા રમે છે. તેમજ માતાજીની સ્તુતિ કરે છે. દર વર્ષે ગરબા રમ્યા બાદ જુદોજુદો અલ્પાહાર મૂળ સલાયાના અને હાલ કિશુમુ નિવાસી શેઠ શ્રી જયંતભાઈ વિઠ્ઠલદાસ બદિયાણી પરિવાર દ્વારા આપવામાં આવે છે.આમ આસો નવરાત્રી બધે મનાવવામાં આવે છે પરંતુ ચૈત્રી નવરાત્રીમાં રાસ ગરબાનું આયોજન સલાયામાં ઘણા વરસથી કરવામાં આવે છે.

Related posts

*HELLO MORBI: કુંતાસી પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાય*

Hello Morbi

*મોરબી ના યુવાન જીતેન ભાઈ આડેસરા એ રાજકોટ ખાતે પ્લાઝમા ડોનેટ કરી માનવતા મહેકાવી*

Hello Morbi

*HELLO MORBI:ડીસા જલારામ મંદિરે પાણીની પરબનો કરાયો શુભારંભ*

editor

Leave a Comment