• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી સરતાનપર રોડ ઉપરથી એક ઇસમને ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

મોરબી સરતાનપર રોડ ઉપરથી એક ઇસમને ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી
શ્રી અશોકકુમાર યાદવ (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબી શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા અનડીટેકટ શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા શ્રી,એમ.પી.પંડયા પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીની સુચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી./ પેરોલ સ્ટાફના માણસો કામગીરી કરવા કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ જયસુખભાઇ વસીયાણી તથા પો.કોન્સ આશીફભાઇ રાઉમા, વિક્રમભાઇ કુગશીયા વિ.સ્ટાફના માણસોને ટેક્નીકલ માધ્યમ, ખાનગી રાહે તેમજ હ્યુમન શોર્સીસના માધ્યમથી બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ જેનુ નામ કાલા ગુજર રહે.સરતાનપર રોડ રીચ સિરામીક વાળો છે જે ઇસમ પાસે એક હીરો એક્સટ્રીમ મોટર સાયકલ છે જેમાં આગળ કે પાછળ નંબર પ્લેટ લગાડેલી નથી તે મોટર સાયકલ મજકૂર ઇસમે ચોરી કે છળકપટથી મેળવેલ છે. જેને શરીરે વરીયાળી કલર નુ અડધી બાઇ નું ટી-શર્ટ તથા કાળા કલરનું નાઇટી પેન્ટ પહેરેલ છે. જે ઇસમ સરતાનપર રોડ વાંકાનેર હાઇવે તરફ નિકળનાર છે તેવી હકીકત મળતા મજકૂર ઇસમની વોચમાં રહ્યા અને મજકૂર ઇસમ મળી આવતા તેની પાસે આ મોટર સાયકલના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનુ જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા જે મો.સા.બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મો.સા. જેના સાચા નંબર RI125Z2725 વાળા આ મોટર સાયકલ ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ વાંકાનેર તાલુકા પોસ્ટે ખાતે સોપી આપેલ છે.
પકડાયેલ ઇસમનું નામ સરનામુ:-
(૧) કાલા દિવાનભાઇ ગુજર ઉવ-૨૩ ધંધો-મજુરી (રીચ કારખાનામાં) મળુ રહે.કારેનકાપરા તા.માસલપુર જી.કારોલી રાજસ્થાન> પકડાયેલ મુદામાલની વિગત –

(૧) હિરો એક્સટ્રીમ મો.સા. જેના રજી.નંબર-RJ12SZ2725 કિ.રૂ.૫૦,૦૦૦/-

– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી વી.એન. પરમાર પોલીસ ઇન્સપેકટર પેરોલ ફર્લો સ્કોડ મોરબી તથા PSI શ્રી બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી./પેરોલ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*HELLO MORBI:નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે આજરોજ રાખડી મોકલવામાં આવી હતી*

editor

*જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે 20 બેડ થી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI NEWS: આમરણ:મીઠી મધુર 100 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

editor

Leave a Comment