• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જલારામ મંદિર ડીસા ખાતે દાતા પરિવારનું કરવામાં આવેલ સન્માન*

જલારામ મંદિર ડીસા ખાતે દાતા પરિવારનું કરવામાં આવેલ સન્માન
જલારામ મંદિર ડીસા દ્રારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ નિરંતર ચાલે છે.સમગ્ર ડીસા નગરના સનાતન હિંદુ સમાજ ઉપરાંત ઉતર ગુજરાતમાં ડીસા જલારામ મંદિરની સેવાકીય પ્રવૃતિઓની એક આગવી સુવાસ છે.જલારામ ભોજનાલય અને જલારામ અન્નક્ષેત્રને લીધે અનેક જરૂરિયાતમંદ લોકોની ભૂખ સંતોષાય છે.
જલારામ મંદિર ડીસાની સેવાકીય પ્રવૃતિઓથી સંતોષ અનુભવી ડીસાના આદરણીય ભૂરાજી માલાજી ઠક્કર પરિવારે રૂપિયા 1,11,000 એક લાખ અગિયાર હજારનું દાન અર્પણ કરતાં પરિવારના સર્વ નરોત્તમભાઈ ભૂરાજી ઠક્કર, દિનેશભાઇ ભૂરાજી ઠક્કર, મનુભાઈ ઈશ્વરજી ઠક્કર સહિત સૌનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રેરણાદાયી અવસરે જલારામ ભક્તો સર્વ શારદાબેન આચાર્ય, જ્યોતિબેન આર.ઠકકર, ભગવાનભાઈ બંધુ, શશીકાંતભાઈ ડી ઠક્કર, પ્રકાશભાઈ રામપ્રસાદજી ઠક્કર,રાકેશભાઈ ગણપતજી ઠક્કર, સુભાષભાઈ બચુજી ઠક્કર, દીલીપભાઇ રતાણી, રમેશભાઈ પટેલ,ભરતભાઈ ગોકલાણી, કલ્પેશભાઈ -લાલાભાઈ, પ્રકાશભાઈ મજેઠીયા, આનંદભાઈ પી ઠક્કર, વિષ્ણુભાઈ સોનઘેલા સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી પરિવારને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
દાતા પરિવારે જલારામ મંદિરે દર્શન કરી, મહાઆરતીનો લાભ લીધા બાદ ભોજનાલયની પણ મુલાકાત લીધી હતી તેમજ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI: શું વાત છે, ધો. 12 કોમર્સ પછી પણ નર્સિંગ ફિલ્ડમાં આગળ વધી શકીએ? તો હા !!! વધુ વિગત માટે જાણો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર નાં યુવાં એડવોકેટ એન્ડ નોટરી (ભારત સરકાર) તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ. મઢવી -રાજગોર નો આજે જન્મ દિવસ*

editor

*માળીયાના તરધરીમાં રેશનિંગની દુકાનમાંથી રૂ.1.54 લાખનો અનાજનો જથ્થો સીઝ*

Hello Morbi

Leave a Comment