
કુવાડવા રોડ પો.સ્ટે વિસ્તારમાથી મોટરસાઈકલ ચોરી કરેલ ચોર મુદ્દામાલને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ
પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ એચ.એ.જાડેજા સાહેબની સુચનાથી વાંકાનેર સીટી પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય અને પો.સ્ટે હદ વિસ્તારમા પેટ્રોલીંગમા હોઇ દરમ્યાન પો.હેડ કોન્સ.વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા તથા વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ ઝાલા નાઓને સયુકત બાતમી હકિકત આધરે એક ઇસમને નંબર પ્લેટ વગરના મો.સા સાથે પકડી મો.સા.ના ચેસીસ નંબર પોકેટકોપની મદદથી વાહન સર્ચ કરી તેમજ શંકાસ્પદ ઈસમની સધન પુપરછ કરતા નવાગામ આનંદપર તા-જી-રાજકોટ ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બી.એન.એસ.એસ.કલમ ૧૦૬ મુજબ મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂધ્ધમા બી.એન.એસ.એસ કલમ ૩૫(૧)ઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ ઈસમો (આરોપીઓ):-
સોયબ અયુબભાઇ બ્લોચ/મકરાણી રહે.પચ્ચીસવારીયા ગેબનશા પીરની દરગા પાસે વાંકાનેર જી-મોરબી મુળ રહે-મકરાણી પરૂ સબ જેલ પાછળ મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેના એન્જીન નંબર- 05JJ5M09664 તથા ચેચીસ નં-05J16C04235 કિંમત ३.२०,०००/-સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા તથા પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. રાણીંગભાઇ ખવડ તથા દર્શીતભાઇ વ્યાસ તથા હિતેન્દ્રસિંહ ઝાલા તથા ભરતભાઇ દલસાણીયા નાઓ જોડાયેલ હતા.
