• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી દલવાડી સર્કલ પાસેથી દારૂભરેલી ક્રેટા કાર સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી*

મોરબી દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ સામે રોડ ઉપરથી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૩૨ કિ.રૂ.૨,૯૪,૯૪૮/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૧૨,૯૯,૯૪૮/-ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૨૧/૦૫/૨૦૨૫
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ શ્રી, એમ.પી.પંડયા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય, જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી અર્થે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના HC ભરતભાઇ જિલરીયા તથા PC આશીફભાઇ ચાણકીયા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, એક સફેદ કલરની કેટા કાર રજી.નં. GJ12DA8716 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ રવિરાજ ચોકડી બાજુથી નિકળી રાજકોટ તરફ જનાર છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ હોય જે ચોકકસ હકિકત આધારે હકીકતવાળી ફોર વ્હીલ કારની વોચમાં કંડલા બાયપાસ રોડ દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ એપાર્ટમેન્ટની સામે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન નીચે જણાવેલ વિગતેના મુદામાલ સાથે એક આરોપી ફોર વ્હીલ કાર સાથે મળી આવતા મોરબી સીટી એ ડીવી પોસ્ટે ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
૧) કેટા ગાડી રજી.નં. GJ12DA8716 નો ચાલક રામારામ મેધારામ તરડ/જાટ ઉ.વ.૨૪ રહે.ડુંગરી ગામ તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન
– પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
૧) ટીંકુભાઇ રહે.ગાંધીધામ
૨) માલ મંગાવનાર તથા તપાસમાં ખુલે તે
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૨૪ ની કિ.રૂ. ૨,૨૨,૨૬૪ /-
(૨) રોયલ સ્ટગ સુપીરીયલ્સ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦૮ ની કિ.રૂ. ૭૨,૬૮૪/-આમ, કુલ બોટલો નંગ – ૪૩૨ કી.રૂ.૨,૯૪,૯૪૮/-નો મુદામાલ
(૩) ક્રેટા કાર રજી.નં. GJ12DA8716 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/-
(૪) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧૨,૯૯,૯૪૮/- નો મુદામાલ કબજે કરેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ/ફર્લો સ્કોડ મોરબી તથા PSI શ્રી,બી.ડી.ભટ્ટ એલ.સી.બી.મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા આગામી ૨૬ ડિસેમ્બરે યોજાશે*

editor

*HELLO MORBI:આયોજીત સુવર્ણપ્રાશન કેમ્પ તદન ફ્રી*

editor

*HELLO MORBI:ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

editor

Leave a Comment