
*જ્ઞાનસાધના મુખ્યમંત્રી શિષ્યવૃતિ *યોજના 2025 પરીક્ષામાં નેસડા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ રાજ્ય ના મેરીટ માં પસંદગી પામી ઉચ્ચ અભ્યાસ માં 94000 રૂ. ની શિષ્યવૃતિ મેળવશે*.
જોડીયા તાલુકા ની શ્રી નેસડા પ્રા.શાળા સતત બાળકોના વિકાસ અને અભ્યાસ માટે કાર્યાન્વિત હોય છે. શાળા ના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા ના માર્ગદર્શન નીચે શિક્ષક મિત્રો બાળકો માટે સતત ટીમ વર્કથી કામગીરી કરતા હોય છે.જેમાં બાળકો ના અભ્યાસક્રમ ,વિવિધ સહ અભ્યાસિક પ્રવત્તિઓ તથા ગુજરાત સરકાર ની રાજ્ય પરીક્ષા બોર્ડ ની વિવિધ પરીક્ષાઓ ની તૈયારી તથા સાંસ્કૃતિક પ્રવુતિઓ અને બાળકોને સતત માર્ગદર્શન આપતા હોય છે.
હાલ ગુજરાત સરકારની યોજના એટલે જ્ઞાનસાધના મુખ્યમંત્રી સ્કોલરશીપ પરીક્ષા .જેમાં ધો.૧ થી 8 સરકારી શાળા માં અભ્યાસ કરેલ બાળકો મેરીટ માં આવે તો મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના માં સમાવવા માં આવે છે.
જેમાં આ વર્ષ 2025 માં જે પરીક્ષા લીધી તેમાં નેસડા સ્કૂલ ના કુલ 7 વિદ્યાર્થીઓ મેરીટમાં આવેલ જેમાં સોલંકી યુક્તિ, મારુ નિલેશ, વાડોલીયા વરુણ , લૈયા કેવલ, ડાંગર જયમિસા, માવી વેપારી, વસુનિયા નવિષા વગેરે વિદ્યાર્થીઓ ની રાજ્ય કક્ષા ના મેરીટ માં સમાવેશ થયો છે. હવે તેમને ધો 9 અને 10 ના અભ્યાસ માટે વાર્ષિક 22000 રૂ. અને ધો.11 અને 12 ના અભ્યાસ માટે વાર્ષિક 25000 રૂ. લેખે કુલ 4 વર્ષ માં રૂ.94000 ની શિષ્યવૃતિ બાળકો ને મળશે. બાળકો તેમજ શાળા ના આચાર્ય અને શિક્ષકોની મહેનત થકી બાળકો ને આ લાભ મળી રહ્યો છે એથી વાલીઓ પણ આનંદિત થયા હતા અને શાળાપરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા.અને આચાર્ય શ્રી તથા શાળા પરિવાર તથા સરકાર નો આભાર માન્યો હતો.આવા ગરીબ પરિવાર ના બાળકો માટે આ યોજના ખુબ આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે. આ તકે ગામના સરપંચશ્રી રાજુભાઈ તથા smc અધ્યક્ષ તમામ એ શાળા પરિવાર ને અભિનંદન આપ્યા હતા…………
રિપોર્ટર=શરદ એમ. રાવલ.
ગામ=હડીયાણા.
