• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ:બેઝિક ઓફ ક્વોંટમ સાયન્સ પર વ્યાખ્યાન યોજાયું*

ધ્રોલ:તા૨૬ બેઝિક ઓફ ક્વોંટમ સાયન્સ પર વ્યાખ્યાન યોજાયું ..
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા વર્ષ 2025 : “ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોંટમ સાયન્સ” તરીકે ઉજવાઈ રહ્યું છે. જેના ભાગ રુપે ક્રિષ્ના એંજીનિયરિંગ કોલેજના 50 વિદ્યાર્થીઓ માટે “ બેઝિક ઓફ ક્વોંટમ સાયન્સ ” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું . જેમાં વ્યાખ્યાતા તરીકે બહાઉદીન કોલેજ, જૂનાગઢનાં ભૌતિક વિભાગના પ્રો . ડો . પ્રશાંત વાચ્છાણી હાજર રહ્યા . તેઓએ વિદ્યાર્થીને ક્વોંટમ સાયન્સ શું છે?, તેનું મહત્વ , ક્યાં-ક્યાં ઉપયોગી છે ? તેની વિગતો પોતાના પ્રેઝેન્ટેશન દરમિયાન રજૂ કરી . કેન્દ્રના ડો. સંજય પંડયાએ આ બાળકોને સ્ટેમ લેબના મોડલનું નિદર્શન કરાવેલ .ત્યારબાદ તમામ એંજીનિયરિંગ વિદ્યાર્થીઓએ વિજ્ઞાનકેન્દ્રના કેમેસ્ટ્રી વિભાગ , બાયોલોજી વિભાગ ,એસ્ટ્રોનોમી વિભાગ ,મ્યુઝિયમ વિભાગની મુલાકાત લીધી .કાર્યક્રમની સફળતા અંગે સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા અને સંસ્થાના સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયાએ અભિનંદન પાઠવ્યા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ શૈક્ષણિક સંકુલનો ભવ્ય સિતારે નવયુગ કાર્યક્રમ: સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગાંધીનગરમાં ગુજરાત ગેસ સાથે મોરબી સિરામિક ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ બેઠક: ભાવ સપ્લાય અને નિયમોમાં રાહતના સંકેત*

editor

*HELLO MORBI:તપોવન વિદ્યાલય મોરબી ખાતે ધોરણ – 10 અને 12 નાં બોર્ડના વિદ્યાર્થી માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

Leave a Comment