• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:કચ્છ લોકસભા બેઠકની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ તે માટે કુલ પાંચ ઓબઝવરર્શ્રીની નિમણુક કરાઇ*

*લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪*
*‘‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’’*

*કચ્છ લોકસભા બેઠકની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ તે માટે કુલ પાંચ ઓબ્ઝર્વરશ્રીની નિમણૂક કરાઈ*

*ભારતીય ચૂંટણી પંચ દ્વારા પોલીસ ઓબ્ઝર્વરશ્રી, જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રીની કરાઈ નિમણૂક*

*કચ્છ(અ.જા.) સંસદીય મતદાર વિભાગના નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓને નાગરિકો, ઉમેદવારો ચૂંટણી સબંધી ફરિયાદ કરી શકશે*

*ઓબ્ઝર્વરશ્રીઓની સાથે મુલાકાત માટેનું સ્થળ અને સંપર્ક નંબર્સ જાહેર*

*ભુજ, રવિવાર:*
ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૧-કચ્છ(અ.જા.) સંસદીય મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેની તારીખો જાહેર કરવામાં આવેલી છે. જે મુજબ કચ્છ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ હાથ ધરવામાં આવનારી છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૧-પોલીસ ઓબ્ઝર્વરશ્રી, ૨-જનરલ ઓબ્ઝર્વરશ્રી, ૨-ખર્ચ ઓબ્ઝર્વરશ્રી એમ કુલ પાંચ ઓબ્ઝર્વરશ્રીની નિમણૂક કરવામાં આવી છે. ૧-કચ્છ(અ.જા.) સંસદીય મતદાર વિભાગના નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓને નાગરિકો/ઉમેદવારો ચૂંટણી સબંધી ફરિયાદ માટે સંપર્ક તેમજ રૂબરૂ મુલાકાત કરી શકશે.
પોલીસ ઓબ્ઝર્વરશ્રી સુનીલ કુમાર મીના (IPS)ને ૧-અબડાસા, ૨-માંડવી, ૩-ભુજ, ૪-અંજાર, ૫-ગાંધીધામ, ૬-રાપર અને ૬૫-મોરબી મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે પ્રવાસના દિવસો સિવાય સવારે ૧૦-૦૦થી ૧૧-૦૦ કલાક સુધી વૃજવાણી, ઉમેદભવન, ભુજ ખાતે મળી શકાશે. ઉપરાંત તેઓનો સંપર્ક મોબાઈલ નંબર ૯૦૨૩૬ ૭૫૫૬૨ દ્વારા પણ કરી શકાશે.
જનરલ ઓબ્ઝર્વરશ્રી અમર કુશવ્હા(IAS)ને ૧-અબડાસા, ૨-માંડવી, ૩-ભુજ, ૪-અંજાર મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે પ્રવાસના દિવસો સિવાય સવારે ૧૦-૦૦થી ૧૧-૦૦ કલાક સુધી રુદ્રમાતા, ઉમેદભવન, ભુજ ખાતે મળી શકાશે. ઉપરાંત તેઓનો સંપર્ક મોબાઈલ નંબર ૭૯૯૦૧ ૧૧૯૬૭ દ્વારા પણ કરી શકાશે.
જનરલ ઓબ્ઝર્વરશ્રી બચનેશ કુમાર અગ્રવાલ(IAS)ને ૫-ગાંધીધામ, ૬-રાપર અને ૬૫-મોરબી મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે પ્રવાસના દિવસો સિવાય સવારે ૧૦-૦૦થી ૧૧-૦૦ કલાક સુધી રૂમ નંબર ૦૬ ડી.પી.ટી. ગેસ્ટ હાઉસ કંડલા ખાતે મળી શકાશે. ઉપરાંત તેઓનો સંપર્ક મોબાઈલ નંબર ૭૯૯૦૪ ૬૪૧૪૯ દ્વારા પણ કરી શકાશે.
ખર્ચ ઓબ્ઝર્વરશ્રી કે. અશોકકુમાર(IRS)ને ૧-અબડાસા, ૨-માંડવી, ૩-ભુજ મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે પ્રવાસના દિવસો સિવાય સવારે ૧૦-૦૦થી ૧૧-૦૦ કલાક સુધી રૂકમાવતી, ઉમેદભવન, ભુજ ખાતે મળી શકાશે. ઉપરાંત તેઓનો સંપર્ક મોબાઈલ નંબર ૭૯૯૦૪ ૭૫૬૭૫ દ્વારા પણ કરી શકાશે.
ખર્ચ ઓબ્ઝર્વરશ્રી પ્રસન્ના પ્રમોદ દાતાર(IRS)ને ૪-અંજાર, ૫-ગાંધીધામ, ૬-રાપર અને ૬૫-મોરબી મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે પ્રવાસના દિવસો સિવાય સવારે ૧૦-૦૦થી ૧૧-૦૦ કલાક સુધી રૂમ નંબર ૦૧ ડી.પી.ટી. ગેસ્ટ હાઉસ કંડલા ખાતે મળી શકાશે. ઉપરાંત તેઓનો સંપર્ક મોબાઈલ નંબર ૭૮૫૯૯ ૧૨૬૦૭ દ્વારા પણ કરી શકાશે તેમ કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા જણાવાયું છે.

Related posts

*લીલાશા કુટિયા ડીસાની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ આપતા* આનંદનાથજી મહારાજ..

Hello Morbi

આવતીકાલે બુધવારે લીલાપર રોડ ખાતે રોડ રસ્તા નું ખાતમુરત સાંસદ મોહનભાઇ કુંડારીયા ના હસ્તે

Hello Morbi

*HELLO MORBI: મિષ્ટી’ પ્રોજેક્ટ હેઠળ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના હસ્તે ચેરની સિંગનું વાવેતર કરાયું*

editor

Leave a Comment