• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી એસ પી ની પ્રસ્સનીય કામગીરી રીક્ષા ચાલકો સાથે બેઠક યોજી કાયદાકીય સમજ આપી શાંત પાડીયા*

નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી અને ડ્રાઈવર-પેસેન્જરે માસ્ક પહેર્યા હશે તો પોલીસ કાર્યવાહી નહીં કરવાની એસપીએ આપી ખાત્રી
મોરબી : પોલીસ તંત્રના ત્રાસ અને ખોટીરીતે પજવણીના કથિત આક્ષેપો સાથે આજે મંગળવારે સવારે રીક્ષા ચાલકોએ હડતાળ પાડી હતી. ગાંધી ચોક, શનાળા રોડ, રવાપર રોડના રિક્ષાચાલકો સૌથી પ્રથમ હડતાળમાં ઉતરતા અન્ય રૂટ પર ચાલતા રિક્ષાચાલકો પણ હડતાળમાં જોડાયા હતા.

હળતાલી રિક્ષાચાલકો સૌ પ્રથમ જિલ્લા પંચાયતમાં રજુઆત માટે પહોંચ્યા હતા. જો કે બાદમાં તમામ રિક્ષાચાલકો એસપી કચેરીએ રજુઆત માટે ઘસી ગયા હતા. અહીં એસપી એસ.આર. ઓડેદરા સમક્ષ રીક્ષા ચાલકોએ પોલીસ કાર્યવાહીને લઈને રજુઆત કરી હતી. રજુઆતકર્તાઓની વાત સાંભળી એસ.પી.એ. કોવિડ-૧૯ ગાઈડલાઇન્સના નિયમો મુજબ કાર્યવાહી થઈ રહી હોવાનું સ્પષ્ટ જણાવતા અને પેસેન્જરો બેસાડવામાં સોશિયલ ડિસ્ટનસની જાળવણી તેમજ ડ્રાઈવર સહિત પેસેન્જરોએ ફરજિયાત માસ્ક પહેરવું જ પડશે એમ જણાવતા રીક્ષા ચાલકોએ એ અંગે સર્વ સહમતી આપી હતી. આ સહમતી બાદ એસ.પી.એ પણ ખાત્રી ઉચ્ચારી હતી કે નિયમબદ્ધ ચાલતા રિક્ષાચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. એસ.પી. તરફથી મળેલી ખાતરી અને આશ્વાસન બાદ રીક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ ગઈ હતી.

Related posts

*લાયન્સ ક્લબ નજર બાગ મોરબી દ્વારા ડીસ્ટ્રીકટ ગવર્નર મુલાકાતે આવતા વિવિધ કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

*HELLO MORBI:ખંભાળિયા:મુળુભાઇ બેરા ના જન્મ દિવસ નિમિતે લાલજીભાઈ ભૂવા દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS: સૌરાસ્ટ્ર યુનીવર્સિટી આયોજીત આંતર કોલેજ સ્પર્ધામાં મોરબીની નવયુગ કોલેજનો ઉત્કૃષ્ટ દેખાવ*

editor

Leave a Comment