• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બહુચરધામ-ખાખરાળા ખાતે મહાઆરતી મહાપૂજા મહોત્સવ ઉજવાયો*

*બહુચરધામ-ખાખરાળા ખાતે મહાઆરતી મહાપૂજા મહોત્સવ ઉજવાયો.*
મોરબી:તા ૨૯ મોરબી તાલુકાના ખાખરાળા ગામે બહુચરધામમાં કાંજીયા પરિવારના કુળદેવીનો મહાઆરતી – મહાપૂજા અને ગરબા મહોત્સવ ઉજવવામાં આવ્યો.
ખાખરાળા ગામે કાંજીયા પરિવારના કુળદેવીના નવા શિખરબંધ મંદિરમાં તા.18/01/2023ના રોજ ટંકારાના મોટા ખીજડિયા ગામેથી શ્રીબહુચરાજી માતાનું સ્થળાંતર-સ્થાપન થયું.
આ મંદિરમાં શંખલપુર બહુચરાજી મંદિરમાં બિરાજેલા કુળદેવી સાક્ષાત્ દૃશ્યમાન થાય છે. સાથે મેલડી માતા અને શૂરાપુરાદાદાનું સ્થાપન છે.
દર માસની શુક્લ અષ્ટમીએ માતાજીના વસ્ત્ર-શૃંગાર બદલાય છે. ધ્વજારોહણ થાય છે. પોષ શુક્લ અષ્ટમીએ પાટોત્સવ યોજાય છે.
દર વર્ષે બંને નવરાત્રીમાં કાંજીયા પરિવારના 101 કુટુંબો મળીને માતાજીની મહાઆરતી, મહાપૂજા અને ગરબાનો મહોત્સવ યોજે છે. મહાપ્રસાદ સાથેના આ કાર્યક્રમમાં સમગ્ર પરિવારના નાનાંમોટાં તમામ ભાઈ-બહેનો ખૂબ જ ભાવ અને ઉત્સાહથી ગરબે રમે છે.
માતાજીનું આ મંદિર નવલખી રોડ પર ખાખરાળા ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે.
કાર્યક્રમનું આયોજન દર વર્ષે નવયુગ ગ્રુપના સંસ્થાપક પી. ડી. કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ બહુચરધામ વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવામાં આવે છે.

Related posts

*HELLO MORBI:*શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આગામી તા.૮-૧૦ થી બિનવારસી દિવંગતો, ઝુલતાપુલ દુર્ઘટના ના દિવંગતો સહિત સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *𝟖𝟒 વર્ષની ઉંમરે 𝐏𝐇𝐃ની પદવી પ્રાપ્ત કરી યુવાનોને આગવી પ્રેરણા પૂરી પાડતા રાધનપુરના ધીરૂભાઈ ઠક્કર (પંપવાળા)*

editor

*મોરબી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી મોરબી તાલુકાના ગામોની મુલાકાત લેતા મોરબી જિલ્લા પોલીસવડા*

Hello Morbi

Leave a Comment