• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐀𝐑𝐈 હડિયાણા કન્યા શાળામાં રંગોળી સ્પર્ધા તથા કોડિયા સજાવટ સ્પર્ધા યોજવામાં આવી*

*PM SHARI હડિયાણા કન્યા શાળામાં રંગોળી સ્પર્ધા તથા કોડિયા સજાવટ સ્પર્ધા યોજવામાં આવી*

હડિયાણા:તા ૧૫ *શરદ રાવલ હડિયાણા દ્વારા* ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ ખુશીના અવશરે પોતાના હર્ષને વ્યક્ત કરવા માટે લોકોમાં પોતાના ઘરના આંગણે રંગોળી કરવાનો રીવાજ છે.બાળકોમાં આવા સંસ્કારોના સિંચન માટે તથા રંગોના તહેવાર દીપવાલીને ઉજવવા માટે PM SHRI હડીયાણા કન્યા શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળાની ધોરણ બાલવાટિકા થી 8 ની કુલ 200 જેટલી વિધાર્થીની બહેનોએ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો હતો. તેઓએ જુદા જુદા ગ્રુપ બનાવી રંગોળીઓ બનાવી હતી. શાળાના આંગણે આજે વિધાર્થીની બહેનોએ રંગ બેરંગી રંગોળીઓ બનાવીને જાણે શાળાને રંગીન બનાવી દીધી હતી. જુદા જુદા ગ્રુપ દ્વારા બનાવેલ વિવિધરંગી રંગોળીઓને શાળાના શિક્ષકો દ્વારા અવલોકન કરી નંબર આપવામાં આવ્યા હતા. ઉપરાંત આજ રોજ શાળામાં દીપાવલી તહેવારને અનુલક્ષીને આજે શાળામાં કોડિયા સજાવટ સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. જેમાં પણ બાળકોએ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ વિવિધ રંગી કોડિયાઓ સજાવ્યા હતા.સ્પર્ધાના અંતે ખુબ જ સુંદર રંગોળી બનાવનાર ગ્રુપોને તથા સુંદર અને આકર્ષક કોડિયા સજાવનાર સ્પર્ધકોને શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ મકવાણાના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા*

Related posts

*ધ્રોલના મજોઠ ગામે સરમરીયા દાદા અને બાપા સીતારામ ની જગ્યાએ ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમમાં કરાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ શહેરના રોડ મુદ્દે નિરાકરણ: નગરપાલિકા અને ભાજપઆગેવાનોની જહેમતથી રસ્તાની દસ્સા સુધરશે*

editor

*મોરબી જિલ્લા માં કેનાલો અને ધોરીયા ના અધૂરા કામ તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત*

Hello Morbi

Leave a Comment