• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ અને ટંકારા પોલીસ સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

મોરબી:તા ૩૦ મોરબી આરટીઓ અને ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા અજંતા કોટન ટંકારા ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોરબી RTO વિભાગના ઈન્સપેક્ટરશ્રી આર. એ. જાડેજા દ્વારા અજંતા કોટન, ટંકારા ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જ અહીં આવતા ટ્રેકટર, રિક્ષા, ટ્રક અને પિકઅપ સહિત ના વાહનો ને રેડિયમ લગાડવામાં આવ્યા હતા અને ડ્રાઇવરો ને રોડ સેફ્ટી અંગે સમજ આપવામાં આવી હતી.
જિલ્લા મા માર્ગ અકસ્માતો ની સંખ્યા ઘટે તે માટે જિલ્લા માર્ગ સલામતી સમિતી ની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા સતત સક્રિય કાર્યક્રમો કરવામાં આવે છે. એપીએમસી, મોરબી ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પાકને લઈને ટ્રેક્ટર મારફતે અહી આવે છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય માર્ગ અકસ્માત ન સર્જાય તે માટે ટ્રેક્ટર ચાલકો ને માર્ગ સલામતી અંગે નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ ઉપરાંત અહીં આવેલા લગભગ 43 જેટલા વાહનોમાં રેડિયમ લગાડવામાં આવ્યા હતા, જેથી રાત્રીના સમય દરમિયાન રસ્તા પર બીજા વાહનોને સરળતાથી ટ્રેક્ટર ટ્રોલીને જોઈ શકે અને અનિચ્છનિય ધટનાને રોકી શકાય.

Related posts

*HELLO MORBI:મોરબીની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નવયુગ નર્સિંગ કોલજમાં વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે માર્ગદર્શન સેમીનારનું આયોજન*

editor

*મોરબી નગરપાલિકા દ્વારા જૂની પ્રભાત હોસ્પિટલમાં ઓક્સિજન બેડ સાથેના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ*

Hello Morbi

*HELLO MORBI NEWS: પ્રયાગરાજ: મહાકુંભમાં મોરબી શહેર અને જિલ્લાની સુખાકારીને શાંતિ માટે આસ્થાની ડૂબકી મારવા ત્રિવેણીસંગમ પહોંચ્યા મોરબીના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી*

editor

Leave a Comment