• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બનાસકાંઠાના સાહિત્ય રત્નો કનુભાઈ આચાર્ય અને વીરચંદભાઈ પંચાલનું ગાંધીનગર ખાતે થનાર શાનદાર સન્માન*

બનાસકાંઠાના સાહિત્ય રત્નો કનુભાઈ આચાર્ય અને વીરચંદભાઈ પંચાલનું ગાંધીનગર ખાતે થનાર શાનદાર સન્માન
ગુજરાત રાજ્ય ( રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફૅડરેશન દ્વારા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય તથા વીરચંદભાઈ પંચાલ ને ” સાહિત્ય સાધના” પારિતોષિક તારીખ 5/1/2026 ને સોમવારે ગુજરાત રાજ્યનાં શિક્ષણ( રાજ્ય મંત્રી) સન્માનીય રિવાબા જાડેજાને હસ્તે ગાંધીનગર આનંદ નિકેતન સ્કૂલ ખાતે અર્પણ થશે.કનુભાઇ આચાર્યને લોકસાહિત્યના સંશોધન અને સંપાદન તથા શિષ્ટ સાહિત્યના સર્જન માટે તેમજ વીરચંદભાઈ પંચાલને આદિવાસી સાહિત્યના સંશોધન અને સંપાદન માટે આ એવોર્ડ આપવામાં આવનાર છે.આ પ્રસંગે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરનાર સુજ્ઞ સારસ્વતો ઉપસ્થિત રહેશે.
બનાસ સાહિત્ય કલા સંઘના સર્વ ભગવાનભાઈ બંધુ, ડોક્ટર સૂરેન્દ્ર ગુપ્તા, મુસાફિર પાલનપુરી, ચંદુભાઈ એટીડી, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, પ્રોફેસર એ.ટી.સિધી,કવિ કિશોર પટેલ, ડોક્ટર મહેશભાઈ મુલાણી,તગજીભાઈ બારોટ,એસ.આર.ઠકકર,દિનેશભાઇ કવિરાજ, નટુભાઇ વ્યાસ, જયંતિભાઈ ઓઢાવાળા, બળદેવભાઇ રાયકા, મહેશભાઈ મનવર,પ્રવિણભાઇ નાઈ-રતનગઢ,પરમાનંદભાઈ શર્મા, યશપાલસિંહ વાઘેલા, આનંદભાઈ પી ઠક્કર,રમેશભાઈ ત્રિવેદી, ડોક્ટર કુલદીપ ઠક્કર સહિત સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કરી બેઉ મહાનુભાવોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Related posts

*ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી પ્રાથમિક શાળાનું ગૌરવ મેળવતી શ્રી હડિયાણા કન્યા શાળા*

Hello Morbi

*માળિયા મિયાણા ગામ ખાતે નવા બસ્ટેન્ડ નું નિર્માણ કરો સી એમ ને રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI:પાળીયાદ માં કિશાન મિત્ર મેળાનું ભવ્ય આયોજન કરાયું*

editor

Leave a Comment