• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના જલારામ ભકતોએ નવા વર્ષમાં પદયાત્રા કરી જલારામ મંદિર દિયોદર ખાતે દર્શનનો લાભ લીધો*

ડીસાના જલારામ ભકતોએ નવા વર્ષમાં પદયાત્રા કરી જલારામ મંદિર દિયોદર ખાતે દર્શનનો લાભ લીધો
છેલ્લા આઠ વર્ષથી ડીસા નગરમાં નિયમિત દર ગુરૂવારે સમગ્ર સનાતન હિંદુ સમાજમાં ગૌસેવા હેતુ પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.આ સત્કાર્યની સફળતા તેમજ પ્રચાર હેતુ ઉતર ગુજરાતનાં પાંચ જલારામ મંદિરોની પદયાત્રા કરવાનો સંકલ્પ ભગવાનભાઈ બંધુએ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના માધ્યમથી લીધો હતો.
પાલનપુર, ધાનેરા,થરા,પાટણ જલારામ મંદિરોની પદયાત્રા પછી નવા વર્ષે જાન્યુઆરી 2026 માં ડીસાથી જલારામ મંદિર દિયોદર સુધીની પદયાત્રા કરવામાં આવી હતી.આ પદયાત્રામાં સર્વ ભગવાનભાઈ બંધુ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, ઈશ્વરભાઈ રાવળ, કનુભાઈ આચાર્ય, ચંદુભાઈ એટીડી, આનંદભાઈ પી ઠક્કર, કલ્પેશભાઈ -લાલાભાઈ ઠક્કર,આર.ડી.ઠકકર, જસવંતભાઈ રાવળ, વિનોદભાઈ સાયલા સહિતના જલારામ ભકતો તબક્કાવાર સામેલ થયા હતા.સણાદર નજીક જલારામ મંદિર દિયોદરના કર્મનિષ્ઠ, સમર્પિત તેમજ નિષ્ઠાવાન પ્રમુખ મનુભાઈ મોઝરૂવાળાએ સૌ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી મીઠો આવકાર આપ્યો હતો.દિયોદર લોહાણા સમાજના પ્રમુખ સોમાલાલ ઠક્કર, દિયોદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતીનભાઇ ઠક્કર, જલારામ યુવક મંડળના પ્રમુખ શૈલેષભાઈ કાનાબાર, ભાજપ અગ્રણી ભરતભાઈ આવકાર, નરેશભાઈ ડી મજેઠીયા, દીલીપભાઇ રંગોલી સહિત અનેક અગ્રણીઓએ પદયાત્રામાં સાથે ચાલી પ્રોત્સાહન આપ્યું હતું.થરા જલારામ મંદિરથી નિરંજનભાઈ અચરતલાલ ઠક્કર તેમજ વિજયભાઈ ઠક્કર -ટેસ્ટીવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સૌ વક્તાઓએ પોતપોતાના અનુભવો રજૂ કર્યા હતા.
અગિયારસ અને ગુરૂવાર હોઈ જલારામ સત્સંગ મંડળ દિયોદરની બહેનોએ જલારામ મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનનું અતિ સુંદર આયોજન કરી સૌને કંકુતિલક તેમજ ઢબૂકતા ઢોલના નાદે આવકાર્યા હતા.
જલારામ મંદિર દિયોદર ખાતે સૌ પદયાત્રીઓનું પૂજ્ય જલારામ બાપાની કૃતિ, ફુલહાર તેમજ ખેસથી ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.સૌએ પૂજ્ય જલારામ બાપાના થાળ તેમજ આરતીનો લાભ લીધો હતો.
પદયાત્રીઓ માટે સર્વોત્તમ ભોજન પ્રસાદની વ્યવસ્થા મનુભાઈ મોઝરૂવાળા તેમજ ભારતીબેન અમરતલાલ રાજદે તરફથી કરવામાં આવી હતી.
મનુભાઈ મોઝરૂવાળાની ઉતમ વ્યવસ્થા તેમજ દિયોદરના તમામ ભાઈઓ બહેનોના મીઠા આવકાર તેમજ આયોજનથી સૌ પદયાત્રીઓ ભાવવિભોર થયા હતા.ભગવાનભાઈ બંધુએ સૌ પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*મોરબી શહેર કોંગ્રેસ સમિતી ના મહામંત્રી પદે અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જયેશભાઈ કંસારા ની વરણી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દીપકભાઈ બરછાની ભારતીય યુવાશક્તિ સંઘ દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ*

editor

*આઝાદીકા અમૃત મહોત્સવની વકતૃત્વ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ પ્રથમ આવનાર ડીસાની દીકરી શ્યામા સોનીનું કરવામાં આવેલ ગૌરવભેર સન્માન*

Hello Morbi

Leave a Comment