• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસામાં જીવનસાથી હોટલ ઉપર પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

ડીસામાં જીવનસાથી હોટલ ઉપર પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ
દર ગુરૂવારે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા પૂજ્ય જલારામ બાપાના ભજન થાય છે.ગત ગુરૂવારે રસાણાના ભરતજી કપૂરજી ઠાકોરના આમંત્રણથી ડીસા ખાતે આવેલ તેમની જીવનસાથી હોટલ ઉપર પૂજ્ય જલારામ બાપાના ભજનની રમઝટ જામી હતી.ખૂબ જ મોટી સંખ્યામાં ગૌ ભક્તો, જલારામ ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર ડીસા તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો,કાર્યકરો, મહિલાઓ સહિત સૌએ વિશેષ હાજરી આપી ભજનનો નિજાનંદ માણ્યો હતો.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 42000 બેતાલીસ હજાર રૂપિયા જેટલી ગૌસેવા એકત્ર થઇ હતી.ભજનના યજમાન ભરતજી કપૂરજી ઠાકોર પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આગામી ગુરૂવારે કાંતિલાલ શીવાભાઈ નાઈ પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજન હોઈ સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

Related posts

*ડીસાથી રાપર જતા જોબનપુત્રા પરિવાર પદયાત્રા સંઘનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ધર્મપત્નિ ના જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના જાણીતા તબિબ ડો. હિતેશ પટેલ*

Hello Morbi

*મોરબી: બ્રહ્મસમાજ બેસણું સાદડી:*

Hello Morbi

Leave a Comment