
વારાહી પાબુદાદા આચાર્ય પરિવાર ટ્રસ્ટના નવા વરાયેલા પ્રમુખ મુકેશભાઈ ગણેશભાઈ આચાર્યનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું શાનદાર સન્માન
ખૂબ જ પ્રાચીન અને ધાર્મિક નગર એવા વારાહી ખાતે રઘુવંશી લોહાણા આચાર્ય પરિવારનું અતિ ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય પૂજ્ય પાબુદાદા કુળદેવતા મંદિર આવેલું છે.આ સંસ્થાનો વહિવટ ખૂબ જ પારદર્શક અને પ્રેરણાદાયી છે.દર ત્રણ વર્ષ નવા પ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવે છે.રોટેશન પધ્ધતિ મુજબ દેશી, પારકર,વાગડ એમ દરેક ગોળના કર્મઠ અને કુશળ વ્યક્તિઓને પ્રમુખ અને મંત્રી તરીકે તક આપવામાં આવે છે અને બધા સાથે મળીને નવી ટીમને સંપૂર્ણપણે સહકાર આપે છે.
કુળદેવતા શ્રી પાબુદાદા આચાર્ય પરિવાર ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે ડીસાના પ્રખર ગૌપ્રેમી તેમજ જલીયાણ ગૌશાળા ડીસાના ટ્રસ્ટી મુકેશભાઈ ગણેશભાઈ આચાર્યની વરણી થતાં તેમણે સહપરિવાર જલારામ મંદિર ડીસા ખાતે પધારી દર્શન કરી પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ લીધા હતા.
આ શુભ અવસરે જલારામ મંદિર ડીસા તરફથી તેમનું કંકુતિલક,ફૂલછડી તેમજ જલારામ દર્શન ગ્રંથથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.જલીયાણ ગૌશાળા ડીસા તરફથી ગૌમાતાની મૂર્તિ તેમજ પાબુદાદા આચાર્ય પરિવાર તરફથી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.જાણીતા સાહિત્યકાર તેમજ પાબુદાદા આચાર્ય પરિવાર ટ્રસ્ટના તત્કાલીન પ્રમુખ કનુભાઈ આચાર્યે પણ મુકેશભાઈ આચાર્યનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
આ દિવ્ય અવસરે કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,લીલાધરભાઈ આચાર્ય,નટુભાઇ આચાર્ય, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,બળદેવભાઇ રાયકા,કીર્તીભાઈ આચાર્ય, ચંદુભાઈ એટીડી, ભરતભાઈ દામાણી, મહેશભાઈ ઉડેચા, હિતેશભાઈ સોનપાલ,પ્રેમજીભાઈ ઠક્કર, ધીરૂભાઈ આચાર્ય, બીપીનભાઈ ઠક્કર,પ્રતાપભાઈ ઠક્કર,ઈશ્વરભાઈ રાવળ, ભાવેશભાઈ પોપટ,ગણપતભાઈ અખાણી, નીરવભાઈ ખત્રી,ડો. હિમાંશુભાઈ ઠક્કર, પ્રકાશભાઈ સોડાવાળા સહિત સૌએ શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી મુકેશભાઈ આચાર્યને અભિનંદન આપ્યા હતા.
મુકેશભાઈ આચાર્યે સન્માન બદલ ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી સૌને સાથ સહકાર આપવા માટે વિનંતી કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સુચારૂ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.
