• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟑𝟗𝟓 મા ગુરૂવારે ડીસા નગરમાં શ્રીમતી પિન્કાબેન મનોજભાઈ પટેલ પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ઉમટ્યું માનવ મહેરામણ*

395 મા ગુરૂવારે ડીસા નગરમાં શ્રીમતી પિન્કાબેન મનોજભાઈ પટેલ પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ઉમટ્યું માનવ મહેરામણ
છેલ્લા આઠ વર્ષથી ડીસા નગરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા નિયમિતપણે દર ગુરૂવારે રાત્રે 8=30 થી 10=30 પૂજ્ય જલારામ બાપાનાં ભજન ગૌસેવા હેતુ અતિ ધામધૂમપૂર્વક થાય છે.395 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન ગાયત્રી ઉપાસક શ્રીમતી પિન્કાબેન મનોજભાઈ ઉમેદભાઈ પટેલ પરિવારના નિવાસસ્થાને હતાં.લગ્નગાળાનો સમય હોવા છતાં ખૂબ જ મોટી સંખ્યામાં ભજનમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.
જલારામ ભકતો,ગૌભકતો, ગાયત્રી પરિવારજનો, ઓમપાર્ક સોસાયટીના સભ્યો, પટેલ સમાજના સભ્યો એમ સૌએ યજમાન પરિવારના આમંત્રણને માન આપી પૂજ્ય જલારામ બાપાના ભજનમાં હાજરી આપી નિજાનંદનો અહેસાસ કર્યો હતો.આગામી ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રી શાસ્ત્રીજી મહારાજની ગૌશાળા ખાતે અજવાળી બીજ અને ગુરૂવાર નિમિત્તે રાખવામાં આવેલ છે.ઓમપાર્ક સોસાયટીમાં ભૂતકાળમાં રજનીભાઈ માંડવીવાળા અને અશોકભાઈ કાનજીભાઈ મજેઠીયા પરિવારમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌ થઈ ચૂક્યાં છે.આગામી દિવસોમાં આ સોસાયટીમાં હજુ પણ વધુ ભજન થનાર છે.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 45 હજાર રૂપિયા જેટલી ગૌસેવા એકત્ર થઇ હતી.
યજમાન પરિવારની દીકરી કૃપાબેન પટેલનો જન્મદિવસ તેમજ લગ્નદિવસ હોઈ સમગ્ર પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસામાં અતિ નિયમિત સભ્ય એવી ચિરંજીવી જાનકી રાચ્છનાં તાજેતરમાં જ લગ્ન થતાં તેનું ફૂલવર્ષા થકી જોરદાર સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સુચારૂ સંચાલન ભગવાનભાઈ બંધુએ જ્યારે યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

Related posts

*HELLO MORBI:મોરબી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ખાતે ધામધૂમ પૂર્વક પુરષોત્તમ માસની ઉજવણી કરાઈ રહી છે*

editor

*HELLO MORBI: ટંકારા ની એમપી દોશી વિદ્યાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ શિક્ષકો નું અભૂતપૂર્વ સ્નેહમિલન યોજાયું*

editor

*HELLO MORBI NEWS:જામનગર જિલ્લાના છેવાડાના ગામ સુધી કૃષિ જાગરણ યાત્રા પહોંચશે*

editor

Leave a Comment