બાલંભા: તા ૨૧ (*લલિત નિમાવત દ્વારા*) બાલંભા દાઢીયાળી ઉદાસી આશ્રમ મેલડી માતાજી મંદિર ખાતે બ્રહ્મલીન સંત શ્રી લહેર મુની બાપુની પાંચમી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાઈ..
બાલંભા ખાતે દાઢી યારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ શાંતિનગર ખાતે બ્રહ્મલીન મહાન શ્રી લહેર મુનિબાપુ ની પાંચમી પુણ્યતિથિ ની ઉજવણી દાઢીયારી ઉદાસી આશ્રમના મહંત શ્રી ભોલે મુની બાપુના સાનિધ્યમાં સાધુ સંતો તેમજ ભક્તજનો વિશાળ ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવેલ હતી જેમાં તારીખ16 ના રોજ રાત્રે ભવ્ય સંતવાણી નું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભજન સમ્રાટ દેવરાજભાઈ બજાણીયા તેમજ મેહુલ ગિરી ગોસ્વામી. તેમજ શ્રદ્ધાબેન આહીર દ્વારા રાતભર ભજનની રમઝટ બોલાવેલ હતી તારીખ 17 ના રોજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ જેમાં સાધુ સંતો ભક્તજનો એ વિશાળ સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધેલ હતો

