• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી*

(*નૈમિષ સેજપાલ દ્વારા*)આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.‌

દુનિયાભરનાં આદિવાસી સમાજ માટે 9 ઓગષ્ટ એટલે આનંદ ઉત્સાહ નો દિવસ..

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજ રોજ ટંકારામાં ભવ્ય મહારેલી નું આયોજન કરવામાં આવ્યું.
ડૉ. આંબેડકર ભવન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.

જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગૂંજી ઉઠ્યું હતું.

મહારેલીમાં આદિવાસી સમાજનાં લોકો પોતાની ભાતીગળ વેશભૂષામાં જોવાં મળ્યાં, તેમજ ભારતનાં રાષ્ટ્ર ધ્વજ તિરંગા સાથે નીકળેલી આ રેલી ટંકારા શહેરનાં મુખ્ય માર્ગોએ નીકળી હતી જેમાં આદિવાસી સમાજ સાથે દરેક સમાજનાં લોકો પણ જોડાયાં હતાં.

પરંપરાગત તીર કમાન સાથે નીકળેલાં યુવાનો આ રેલીનું મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં.
બિરસા મુંડાનાં નાદ અને ટીમલી સોંગની સાથે આખું ટંકારા શહેર ઝુમી ઉઠ્યું.

વિશ્વ આદિવાસી દિવસ એ પૂરા વિશ્વમાં મનાવવામાં આવતો દિવસ છે, પૂરા વિશ્વમાં ઉજવવામાં આવતા તહેવારો જૂજ છે જેમાં વિશ્વ આદિવાસી દિવસ એ સૌથી મોખરે છે,
કારણ કે આખા વિશ્વમાં આદિવાસી લોકો પથરાયેલાં છે જે જળ, જંગલ, જમીન સાથે જોડાયેલા છે અને વિશ્વના પર્યાવરણનું રક્ષણ કરી રહ્યાં હોઈ ભારતનાં મૂળ નિવાસી છે.
આવાં મૂળનિવાસીઓની રેલી જે ટંકારા જેવાં બિન આદિવાસી વિસ્તારમાં નીકળે એ ખરેખર ગૌરવની વાત છે.

વર્ષોથી મજૂર આંદોલનને વેગ આપતાં તેમજ આદિવાસી મુવમેન્ટ સાથે જોડાયેલાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ જણાવે છે કે અમો છેલ્લાં પાંચ વર્ષથી આ રેલીનું આયોજન કરીએ છીએ પરંતુ આજ દિન સુધી કોઈ અણબનાવ બનેલ નથી.
હાલમાં આ રેલીને જે સર્વ સમાજનો ખુબ સહકાર મળ્યો. ટંકારા નગરપાલિકા કોર્પોરેટરો તેમજ તાલુકા જીલ્લા સદસ્યોએ મહારેલીનાં આગેવાનોનાં સન્માન સત્કાર કર્યા હતાં. એમનો આભાર વ્યક્ત કર્યો હતો.

શોભાયાત્રામાં હજારોની સંખ્યા હોવા છતાં ક્યાંય ટ્રાફિકને અડચણ વિના આ રેલી ટંકારાનાં મુખ્ય માર્ગો ઉપર ફરીને આંબેડકર ભવન પર સમાપન કરવામાં આવ્યું.

આ પ્રસંગે બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ તેમજ દિપકભાઈ ગોહેલ, લક્ષ્મણભાઈ વાણિયા, ડો. હરેશભાઈ પંડ્યા, રામશંકર વર્મા સાહેબ, મહેન્દ્રભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમને સફળ બનાવવાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, લલિત પરમાર, કાનાભાઈ ગોહેલ, અરવિંદભાઈ ગોહેલ, નવઘણભાઈ ગોહેલ, જેસાભાઈ ગોહેલ, ગીનું મહીડા, નરસિંગભાઈ સંગોળ, પરવતભાઈ સંગોળ, વિક્રમભાઈ વસુનીયા, ઈશ્વરભાઈ ડામોર વગેરે એ જહેમત ઉઠાવી હતી.

Related posts

*HELLO MORBI NEWS: મોરબીમહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક૨૫ એપ્રિલના બદલે હવે ૦૨ મે ના રોજ યોજાશે*

editor

*રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ જામનગર દ્વારા શ્રી સાંઈ વિદ્યાલય જોડિયા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી નજીક કાર આંતરી બળજબરીથી રૂ. ૨૩ હજાર પડાવી લેનાર શખ્સને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ:*

editor

Leave a Comment