• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા 𝟕.𝟓𝟎 લાખ ( સાડા સાત લાખ) ની ગૌસેવા અર્પણ કરાઈ*

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા 7.50 લાખ ( સાડા સાત લાખ) ની ગૌસેવા અર્પણ કરાઈ
ડીસા નગરના સમગ્ર સનાતન હિંદુ સમાજમાં છેલ્લા આઠ વર્ષથી દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનના માધ્યમથી સનાતન એકતા અને ગૌસેવાનું અતિ પ્રેરણાદાયી સત્કાર્ય શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા થાય છે.
તાજેતરમાં જ ગુરૂવારે કેતનભાઈ બાબરભાઈ દેસાઈ પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન હતાં. જ્યાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા સાત લાખ શ્રી શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા ડીસાને ગૌમાતાઓ માટે સુવિધાયુકત શેડ બનાવવા માટે જયારે રૂપિયા 50 હજાર જલારામ જીવદયા ટ્રસ્ટ સંચાલિત બિમાર શ્ર્વાનોની સેવા હેતુ વિઠલ ધરમાં અર્પણ કરવામાં આવ્યા હતા.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે રૂપિયા 45 હજાર જેટલી ગૌસેવા એકત્ર થઈ હતી.ભજન યજમાન કેતનભાઈ બાબરભાઈ દેસાઈ પરિવારનું વાજતેગાજતે પૂજ્ય જલારામ બાપાના સ્મૃતિચિન્હથી ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેતાં ભજનની રમઝટ જામી હતી.
આગામી ગુરુવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન કરસનભાઈ ઈશ્વરભાઈ સુથાર પરિવારના નિવાસસ્થાને હોઈ સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

Related posts

*HELLO MORBI:જલારામ સત્સંગ મંડળ દિયોદર દ્રારા શરૂ થશે દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. વિસ્તાર માંથી ચોરીના શંકાસ્પદ બાઇક સાથે એક ઇસમનેપકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડા સામે ટક્કર લેવા તૈયાર NDRF ની ટીમ*

editor

Leave a Comment