
રાધનપુર ખાતે નિયમિત દર ગુરૂવાર માટે શરૂ કરાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન
જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના 117 જલારામ ભકતોની પ્રેરણાદાયી હાજરી
રાધનપુરના ભકિતભાવ ધરાવતા ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી પણ રહ્યા ખાસ ઉપસ્થિત
————————
પાટણ જિલ્લાના હ્દયસમા રાધનપુર નગરમાં તારીખ 26-3-2026 શ્રી રામનવમીના અતિ પવિત્ર દિવસે ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન નિયમિત દર ગુરૂવાર માટે શરૂ કરવામાં આવેલ છે.પ્રથમ ગુરૂવારે બાલાજી બંગ્લોઝ ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના 117 જલારામ ભક્તોએ પ્રેરણાદાયી હાજરી આપી સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.દીપપ્રાગટય વખતે રાધનપુરના ભકિતભાવવાળા લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી સોલંકી, મહેશભાઈ મુલાણી, રઘુરામભઈ રણછોડભાઈ ઠક્કર, રાયચંદભાઈ કે ઠક્કર, નવીનભાઈ એલ.ઠકકર સહિત અનેક અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી પૂજ્ય જલારામ બાપાના ભજનની મોજ માણી હતી.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની ખૂબ જ ઉત્સાહી,કર્મઠ, નિષ્ઠાવાન ટીમ બે લકઝરી બસ તેમજ અન્ય પ્રાઈવેટ ગાડીઓ દ્રારા જલારામ મંદિર ડીસા ખાતે શ્રીરામ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય ઉજવણી કરી કુંવારવા આશ્રમ, દેવદરબાર જાગીર મઠ,વરસડા કુળદેવતા મંદિર,દેવ હિમજા માતાજી મંદિર,સુરભી ગૌશાળા એમ છ પવિત્ર ધામોની યાત્રા કરી રાધનપુર બાલાજી બંગ્લોઝ ખાતે પહોંચતાં સૌનું ઢબૂકતા ઢોલના નાદે કંકુતિલક તેમજ ફૂલવર્ષાથી શાનદાર સન્માન સ્વાગત કરવામાં આવ્યુ હતું.બાલાજી બંગ્લોઝના તમામ ભાઈઓ બહેનોએ વિશેષ મહેનત કરી પૂજ્ય જલારામ બાપાના ભજનમાં હાજરી આપનાર સૌને ખરા દિલથી આવકાર આપ્યો હતો.ખૂબ જ મોટી સંખ્યામાં રાધનપુરના જલારામ ભક્તોએ ભજનમાં હાજરી આપતાં જાણે કે વીરપુરમાં સૌની ઉપસ્થિતિ હોય તેવો ભાવ પેદા થયો હતો.પવન,પ્રકાશ, પાણી પાથરણું અને સાદા પ્રસાદ આધારિત પૂજ્ય જલારામ બાપાના ભજન હેતુ આગામી ગુરુવાર માટે રાયચંદભાઈ કેવળરામ જોબનપુત્રાની જાહેરાત કરવામાં આવી હતી.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે 1,90,000 જેવી ગૌસેવા એકત્ર થતાં આ ગૌસેવા સુરભી ગૌશાળા રાધનપુર, જલારામ ગૌશાળા ભાભર, ભીડભંજન ગૌશાળા વારાહી, રામદેવ ગૌશાળા કોરડામાં અર્પણ કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો હતો.
અદભૂત, અભૂતપૂર્વ, અલૌકિક માહોલમાં યોજાયેલ પૂજ્ય જલારામ બાપાના ભજનથી ઉપસ્થિત સૌકોઈએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.રાધનપુર નગરમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન આગામી દિવસોમાં પણ નિરંતર ચાલુ જ રહે તે માટે 225 ભજનોની નોંધણી કરવામાં આવી હતી.રાધનપુર નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનને એક વર્ષ પૂર્ણ થાય એટલે રંગેચંગે મહા ગુરૂવારની ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય ઉજવણી પણ કરવામાં આવશે.


