• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પૂજ્ય જલારામ બાપાના ભજનમાં શ્રી શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા ડીસા ખાતે રૂપિયા પાંચ લાખની ગૌસેવા એકત્ર થઈ*

પૂજ્ય જલારામ બાપાના ભજનમાં શ્રી શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા ડીસા ખાતે રૂપિયા પાંચ લાખની ગૌસેવા એકત્ર થઈ
છેલ્લા પાંચ વર્ષથી શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા દર અજવાળી બીજે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રી શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા ખાતે કરવામાં આવે છે. ભજનમાં હાજરી આપે તેમના પૂરતી જ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.ગત અજવાળી બીજ શુક્રવારે સ્વ.શારદાબેન રત્નાભાઈ માળી પરિવાર હસ્તે રખુબેન રત્નાભાઈ માળી, ભગવાનભાઈ રત્નાભાઈ માળી,માદેવભાઈ રત્નાભાઈ માળી પરિવાર ડીસાના સૌજન્યથી પૂજ્ય જલારામ બાપાનાં ભજન કરવામાં આવતાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.ભજનની જોરદાર રમઝટ જામી હતી. ભજન યજમાન માળી પરિવારનું ગૌમાતાના સ્મૃતિચિન્હથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા ડીસા ખાતે અંદાજે સવા કરોડ રૂપિયાના ખર્ચે ગૌમાતાઓના નિવાસસ્થાન હેતુ સુવિધાયુક્ત શેડ બની રહેલ છે.આ માટે ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ સૌને સાથે રાખી અજવાળી બીજના ભજનમાં જે ગૌસેવા આવક થાય તેના કરતાં ડબલ રકમ શ્રી શાસ્ત્રીજી મહારાજ ગૌશાળામાં શેડ બનાવવા અર્પણ કરવાની જાહેરાત કરતાં અંદાજે રૂપિયા 5,08,251 પાંચ લાખ આઠ હજાર બસો એકાવનની ગૌસેવા એકત્ર થઈ હતી.આ અગાઉ રૂપિયા 7 સાત લાખ શ્રી શાસ્ત્રીજી મહારાજ ગૌશાળામાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા અર્પણ કરવામાં આવેલ છે.
શેડ બનાવવા માટે ગૌસેવા એકત્રિકરણ હેતુ ભરતભાઈ ભાવિક, શશીકાંતભાઈ ડી ઠક્કર, મણીભાઈ પટેલ-શેઠ, તારાચંદભાઈ મજેઠીયા, કમલેશભાઈ રાચ્છ,માધુભાઈ પ્રજાપતિ, નરેશભાઈ ઉડેચા, ભગવાનભાઈ બંધુ સહિતના ગૌભકતો નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહેલ છે.આગામી ભાદરવા સુદ અજવાળી બીજનાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન માધુભાઈ પ્રજાપતિ પરિવાર તરફથી હોઈ તેની જાહેરાત કરી સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
અજવાળી બીજે સમગ્ર ભજન સત્સંગ કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

 

Related posts

*HELLO MORBI: ગુજરાતની વિકાસયાત્રાને દેશ-દુનિયામાં સમક્ષ ઉજાગર કરવાનું કામ માહિતી વિભાગ કરી રહ્યો છે: મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

editor

*સાંસદ મોહનભાઈ કુંડારિયા ના વરદ હસ્તે એમ્બ્યુલસ લોકાપર્ણ કરાઇ*

Hello Morbi

*જામનગર ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરાઇ*

Hello Morbi

Leave a Comment