• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત મોરબી વોર્ડ નં- નવ ના કોર્પોરેટરો અને સ્થાનિકોએ શ્રમદાન કરી જનજાગૃતિનો સંદેશો આપ્યો*

મોરબી:તા ૯ રાજ્ય સરકારના “સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત” અભિયાનને સફળ બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશ અંતર્ગત આજે વોર્ડ નં. 9 વિસ્તારના હિરાસર રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
આ પ્રસંગે વોર્ડ નં. 9ના કોર્પોરેટર શ્રી નવનિતભાઈ ભુદરભાઈ કુંડારિયા, શ્રી હિરેનભાઈ પરબતભાઈ કરોતરા, શ્રીમતી ભગવતીબેન મહેશભાઈ કુંડારિયા તથા શ્રીમતી નૂતનબેન હરસુખભાઈ વિડજા સહિત વોર્ડ નં.9ના કાર્યકર્તાઓ આ સફાઈ અભિયાનમાં સહભાગી બની જનજાગૃતિનો સંદેશ આપ્યો.
સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણ માટે મહાનગરપાલિકાની ટીમ, સફાઈ કર્મચારીઓ તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો.
ચાલો, આપણે સૌ મળીને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણમાં યોગદાન આપીએ.

Related posts

*ડીસાની સર્વ મંગલમ વિદ્યાલયમાં દીલીપભાઈ ઠકકર (વકીલ) ના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યું રક્ષાબંધન પર્વ*

Hello Morbi

*મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ડાયાબિટીસ બીપી તીજો ચેકઅપ કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ*

editor

Leave a Comment