• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત મોરબી વોર્ડ નં-૭ ના કોર્પોરેટરો અને સ્થાનિકોએ શ્રમદાન કરી જનજાગૃતિનો સંદેશો આપ્યો*

 

*સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત મોરબી વોર્ડ નં-૭ ના કોર્પોરેટરો અને સ્થાનિકોએ શ્રમદાન કરી જનજાગૃતિનો સંદેશો આપ્યો*

મોરબી: રાજ્ય સરકારના “સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત” અભિયાનને વેગ આપવા અને સફળ બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે મોરબીના વોર્ડ નં. ૭ વિસ્તારમાં આવેલા માધાપર શાક માર્કેટ, આસ્વાદ પાન થી લાતીપ્લોટ પોલીસ ચોકી સુધી ના વિસ્તાર પર પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સફાઈ ઝુંબેશમાં વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર *ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ દેસાઈ, મમતાબેન ઠાકર તથા જલ્પાબેન સોનગ્રા* એ ઉપસ્થિત રહી સફાઈ અભિયાન હાથ ધર્યુ હતુ. તેઓની સાથે વોર્ડના અન્ય કાર્યકર્તાઓ પણ આ સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા અને જાતે સફાઈ કરી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા.

સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાની ટીમ, સફાઈ કર્મચારીઓ તથા સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક પોતાનો સહયોગ આપ્યો હતો. તંત્ર દ્વારા સૌ નગરજનોને એકજૂટ થઈને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે

Related posts

*મોરબી નાગરિક બૅંકના ચરેમન પદે ઉપેન્દ્રભાઈ કાથરાણીની નિયુક્તિ વાઈસ ચેરમેન પદે આપાભાઈ કુંભરવડિયા ની નિયુક્તિ*

Hello Morbi

*HELLO MORBI: કાશ્મીર ફરવા જાવ તો શ્રીનગર ખાતે આવેલ હોટેલ લતીફ અને ગેસ્ટ હાઉસ માં અચૂક ઉતરજો: રમેશભાઈ રબારી*

editor

*HELLO MORBI:મોરબી OSEM C.B.S.E. સ્કુલ ખાતે મોરબી જીલ્લા એસ.પી. ની ઉપસ્થિતી માં સાયબર ક્રાઈમ અંગે સેમિનાર યોજાયો*

editor

Leave a Comment