• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા: રામવાડી ખાતે ઉદાસીન સંત શ્રી ભોલેબાબાજી ની ૪૦ મી પુણ્યતિથી નિમિત્તે , સંતવાણી અને ભંડારા કાર્યક્રમ યોજાશે*

(*લલિત નિમાવત દ્વારા*)જોડિયા ના રામવાડી માં ઉદાસીન સંત શ્રી ભોલે બાબા જી ની ૪૦ મી પુણ્યતિથી નિમિત્તે , સંતવાણી અને ભંડારા કાર્યક્રમ નું આયોજન _!
જોડિયા :- ગામ ની પવિત્ર ભૂમિ પર બે સંતો થયા,(૧) ધર્મલાલ બાપા (૨) ભોલે બાબા, જે ઉદાસીન પંથ ના‌ હતા રાજસ્થાન ના બયાવર ગામ ના શર્મા પરિવાર ના એક બાળક બાળ અવસ્થામાં ધર સંસાર ત્યાગી ને સાઘુ જીવન નો માર્ગ અપનાવી ને જપ તપ સાધના દ્વારા
સિદ્ધિ મેળવેલ, ગિરનાર ના ભવનાથ તળેટી ને કર્મક્ષેત્ર બનાવેલ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભોલે બાબા ના અનેક મોટી સંખ્યામાં સેવકો નો ભોલે બાબા સાથે શ્રૃઘા અને આસ્થા જોડાયેલી છે, જોડિયા ગામ માં ” રામવાડી ” ભોલે બાબા ના આશીર્વાદ થી ઘાર્મિક સ્થળ બની ચૂક્યો છે, ૨/૭/૨૬ ના રોજ સંત શ્રી ભોલે બાબા ની ૪૦ મી પુણ્યતિથી નિમિત્તે સંતવાણી અને સાધુસંતો માટે ભંડારા ના કાર્યક્રમ નું આયોજન કરાયું છે, બુઘવારે સાંજે જયોતિ સ્વરૂપ બાલાજી હનુમાનજી મહારાજ સમક્ષ સંદુરકાડ, અને રાત્રી એ સંતવાણી કાર્યક્રમ યોજાશે, ગુરૂવારે બપોરે ભોલે બાબા ની મહાઆરતી પછી સાધુ સંતો અને મહાત્મા માટે મહાપ્રસાદ, અને સાંજે ગામ ના સમસ્ત હિન્દુ ઓ માટે પ્રસાદ ની વ્યવસ્થા કરાઇ છે.સંત ઉદાસીન કુટીર રામવાડી ના વર્તમાન તપસ્વી મહંત શ્રી ધર્મ વીર દાસ બાપુ દ્વારા સાધુ સમાજ અને ગામજનો ને ભોલે બાબા ના દર્શન અને ભંડારા નો લાભ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે,_! અહેવાલ, લલીત નિમાવત બાલભા ૨૬/૬/૨૬.

Related posts

*ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડસ્પીકર વગાડવા ઉપર પર પ્રતિબંધાત્મક આદેશ જારી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શહીદ દિવસ નિમિતે શહીદ જવાનના પરિવારને કમલમ ખાતે ચેક અર્પણ કરાયો*

editor

*સુલતાનપુર શાળા માં બાળકો ઘૂમ્યા ગરબા ના તાલે*

Hello Morbi

Leave a Comment