• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સેવા જ સાચો ઉત્સવ: “પોતાના જન્મદિવસ પર અન્યના ચહેરા પર સ્મિત લાવવું એ જ જીવનનો સાચો ઉત્સવ છે.”*

*સેવા જ સાચો ઉત્સવ: “પોતાના જન્મદિવસ પર અન્યના ચહેરા પર સ્મિત લાવવું એ જ જીવનનો સાચો ઉત્સવ છે.”*
આર.એસ.એસ ના કાર્યકર્તા દિલીપભાઈ પરમારના પરીવારજનો એ દિકરી ધ્યાની ના જન્મદિવસ ની ઉજવણી ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા મકનસર ખાતે ચાલતા નચિકેતા બાલ સંસ્કાર કેન્દ્ર ના બાળકો સાથે કરી આ પંકિતઓ ને ચરિતાર્થ કરી. આ ઉજવણી ના અવસરે દિલીપભાઈ પરમાર દ્વારા જીવન માં શિક્ષણ નું મહત્વ તેમજ પ્રાથમિક શાળા ના બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ શિષ્યવૃતિ પરીક્ષા અંગે સંસ્કાર કેન્દ્ર ના બાળકો ને માહિતીગાર કરેલ તેમજ ધ્યાનીના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે બાલ સંસ્કાર કેન્દ્ર ના બાળકોને ચોકલેટ તથા સ્વાદિષ્ટ નાસ્તો અને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
આ ઉજવણીમાં ધ્યાની ના પરિવારજનો તથા બાલ સંસ્કાર કેન્દ્ર ના સંચાલક સંતોષબેન ઘાટલિયા તથા ચિત્રકુટ ઉપનગર ના સેવા પ્રમુખ હિતેષભાઇ પાડલીયા તથા ચિત્રકુટ ઉપનગર ના સંપર્ક પ્રમુખ બેચરભાઈ અઘારા જોડાયા હતા.

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મહેતા પરિવારના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

*માળીયા મચ્છુ નદીમાં ઇકો કાર ખાબકી ૧નું મોત કાર ચાલક સામે ફરિયાદ નોંધાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ‘ઔદ્યોગિક ભરતી મેળો’ યોજાશે*

editor

Leave a Comment