• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ધ્રોલ,લતિપુર, સાવડી ટંકારા રોડ માટે ₹૪૦ કરોડ મંજૂર કર્યા: ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો*

*મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધ્રોલ-લતિપુર-સાવડી-ટંકારા રોડ માટે ₹૪૦ કરોડ મંજૂર કર્યા: ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો*
​૭૬-કાલાવડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરીને વિસ્તારના રોડ-રસ્તાના વિકાસકામો અંગે રજૂઆત કરી હતી. વધતા જતા ટ્રાફિક અને વાહનવ્યવહારની સુવિધાને ધ્યાને રાખીને મુખ્યમંત્રીશ્રી દ્વારા ધ્રોલ-લતિપુર-સાવડી-ટંકારા માર્ગ માટે ₹૪૦ કરોડની રકમ મંજૂર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
*​અત્રે ઉલ્લેખનીય છે કે, ફલ્લા,વથલી,કાલાવડ રોડ માટે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની રજૂઆતના પગલે અગાઉ ₹૩૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ઈજનેરશ્રીના જણાવ્યા અનુસાર આ કામગીરી માટે હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ ચૂકી છે,​ધ્રોલ ત્રિકોણથી લતિપુર ચોકડી જોડિયા રોડ: નેશનલ હાઈવેને જોડતા આ માર્ગ માટે ₹૬.૫૦ કરોડ મંજૂર કરાવવામાં આવ્યા હતા, જેનું નિર્માણ કાર્ય હાલ પ્રારંભિક ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું છે.*
​વિસ્તારના આ મહત્વપૂર્ણ રસ્તાના કામો ઝડપથી મંજૂર કરવા બદલ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે.(*લલિત નિમાવત દ્વારા*)

Related posts

*ટંકારા : ‘ખાખી પ્રજાની પડખે છે’ તે વાક્યને સાર્થક કરનારા અજમાયશી ASP અભિષેક ગુપ્તાની ટ્રેનિંગ પૂર્ણ*

Hello Morbi

*માળીયા તાલુકા ની સુલતાનપુર પ્રાથમિક શાળા માં યોગ દિવસ ઉજવાયો*

Hello Morbi

*પડધરી વિસ્તાર ના ધારાસભ્ય ને રજૂઆત કરતા મહિપાલ સિંહ જાડેજા*

Hello Morbi

Leave a Comment