• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સાંસદની ગ્રાન્ટમાંથી વાંકાનેરમાં 𝟑𝟎 બસ સ્ટેશન બન્યા: જડેશ્વર બસ સ્ટેશનનું રાજ્યમંત્રી અને રાજ્યસભા સાંસદના હસ્તે લોકાર્પણ.*

*સાંસદની ગ્રાન્ટમાંથી વાંકાનેરમાં 30 બસ સ્ટેશન બન્યા: જડેશ્વર બસ સ્ટેશનનું રાજ્યમંત્રી અને રાજ્યસભા સાંસદના હસ્તે લોકાર્પણ.*
રાજ્યસભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા સાહેબની ગ્રાન્ટમાંથી વાંકાનેર તાલુકા અને આસપાસના ગામોમાં કુલ 30 બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પૈકી જડેશ્વર મહાદેવ મંદિર ખાતેના બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવેલ આ તકે મંદિરના મહંતશ્રી રતિલાલજી મહારાજ, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા તેમજ રાજ્ય સભા સાંસદશ્રી કેશરીદેવસિંહ ઝાલા સાહેબ દ્વારા આ બસ સ્ટેશનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આખું વર્ષ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. નજીકમાં નાના જડેશ્વર મંદિર પણ આવેલું હોવાથી અહીંથી બસ પકડવા માટે પ્રવાસીઓને ખુલ્લામાં ઊભા રહેવું પડતું હતું. લોકોની સુખાકારી માટે સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલાએ આ બસ સ્ટેશનો માટે ગ્રાન્ટ ફાળવેલ હતી.આ લોકાર્પણ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દેગામા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*વંથલી પોલીસે રાગદ્રેશ અને કિન્નાખોરી રાખી ચોથી જાગીરને દબાવવાનો પ્રયત્ન કરતાં એસ.પી. ને રોષપૂર્ણ આવેદનપત્ર*  

Hello Morbi

*ખંભાત થી વડોદરા રૂટની એસટી બસના મુસ્લિમ કંડકટર ની પ્રમાણિકતા*

Hello Morbi

*મોરબી : ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાનીની સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમના હેડ કોચ તરીકે વરણી*

Hello Morbi

Leave a Comment