• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લુટ / ધાડ પાડવા સારૂ ગુન્હાહિત અપપ્રવેશ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતા ફરતા આરોપીને પકડી પાડતી* *ક્રાઈમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી*

 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લુટ / ધાડ પાડવા સારૂ ગુન્હાહિત અપપ્રવેશ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતા ફરતા આરોપીને પકડી પાડતી
ફ્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડ મોરબી
તા-૧૬/૦૩/૨૦૨૩
ગઇ તા.૧૮/૦૯/૨૦૧૯ ના રોજ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર રૂરલ પો.સ્ટે વિસ્તારમાં કોસંબા રોડ પર ઉંટીયાદરા ગામ પાસે આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં સીકયુરીટી ગાર્ડ પોતાની ફરજ ઉપર હતા ત્યારે મોડી રાત્રીના સમયે આશરે ૨૫ થી ૩૦ જેટલા અજાણ્યા ઇસમો પાઇપો, લાકડીઓ, ધારીયા, જેવા સશસ્ત્ર હથિયારો સાથે આવી પોતાના મોઢા કપડાથી ઢાકેલ હાલતમાં ધાડ પાડવા સારૂ કંપનીમાં અપપ્રવેશ કરી ધાડ પાડી કંપનીની માલ મિલ્કત લઇ જવાનો પ્રયત્ન કરતા ફરીયાદી તથા સાહેદો અને મરણજનાર નાઓએ આરોપીઓને રોકતા આરોપીઓએ એકસંપ કરી જીવલેણ હુમલો કરી મારમારી ગંભીર ઇજાઓ કરી મોબાઇલ ફોનની લુટ કરી સીકયુરીટીને કંપનીની રૂમમાં બંધક બનાવી સ્થળ પર ત્રણ સાહેદોના મોત નિપજાવી બે સાહેદોને ગંભીર પ્રકારની ઇજા પહોચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો આચરેલ હોય જે ગુન્હામાં કુલ-૦૬ આરોપીઓને નાસતા ફરતા દર્શાવેલ છે.

ગંભીર પ્રકારના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી રાહુલ ત્રિપાઠી નાઓએ શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ., એલ.સી.બી .મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ શ્રી એલ.સી.બી . મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પો.સબ.ઇન્સ.શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા ટેકીનકલ સેલના પો.સબ.ઇન્સ.શ્રી એ જાડેજા,ડી.નાઓ તથા એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતા તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ.રામભાઇ નારણભાઇ મંઢ, પો.હેડ.કોન્સ. નિરવભાઇ મકવાણા, તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૮૧/૨૦૧૯ ઇપીકો કલમ-૩૯૬,૩૯૭,૩૪૨,૪૪૭,૪૪૯,૨૦૧,૫૦૪,૫૦૬(૨),૧૨૦(બી) તથા ધી આર્મ એકટ કલમ-૨૫(૧)(એ)(૧-બી).(એ)જી.પી.એકટ-૧૩૫ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા રહે.રોજીત તા.બરવાળા જી.બોટાદ વાળો મોરબી જેતપર રોડ ઉપર આવેલ એન્ટીલા સીરામીકમાં મજુરી કામ કરે છે. તેવી હકિકત મળતા જે હકીકત આધારે સ્ટાફના માણસો સાથે ઉપરોકત હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા ઉવ.૨૨ રહે.રોજીત કોળીવાસની બાજુમાં તા.બરવાળા જી.બોટાદ વાળો મળી આવતા મજકુર ઇસમને ઉપરોકત ગુન્હાના કામે હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સોપેલ છે. અને આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી કરવા સારૂ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા :- કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા ઉ.વ.રર રહે.રોજીત તા.બરવાડા જી.બોટાદ – કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી –
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી.એ.ડી.જાડેજા, તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*હડિયાણા કન્યા શાળામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર શહેર વિસ્તારમા પાર્ક કરેલ અર્ટીગા કારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી. મોરબી*

editor

*HELLO MORBI:શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે યોજેલ મેગા મેડિકલ કેમ્પ અભૂતપૂર્વ સફળતાને વર્યો*

editor

Leave a Comment