• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-NewsOther

મોરબી: બાહુબલીની છાપ ધરાવનાર હનીફ મેમણ ઉર્ફે મમુ દાઢી પર ફાયરિંગ, બેના મોત

બાહુબલીની છાપ ધરાવનાર અને ફાયરીંગ (Firing) કે હુમલા કરવા એ સામાન્ય સમજનાર મોરબીમાં (Morbi) હનીફ મેમણ (Hanif Meman) ઉર્ફે મમુ દાઢી (Mamu Dadhi) અને તેના ભત્રીજા પર ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મોરબીના ખાટકીવાસ ચોકમાં ફાયરિંગ થયું છે જેમા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજકોટ ખાતે સારવાર દરમિયાન ઇમરાન નામના યુવકનું પણ મૃત્યુ થયું છે જેથી મૃતકોની સંખ્યા બે થઇ ગઇ છે.

મોરબીના ખાટકીવાસ પાસે બારસાખ રાજપૂત શેરીમાં કુખ્યાત મમુ દાઢી અને તેના ભત્રીજા પર ફાયરિંગ થયુ છે. આ ફાયરિંગમાં આદીલ રફીકનું મોત થયુ ત્યાં જ રાજકોટ ખાતે સારવાર દરમિયાન ઇમરાન નામના યુવકનું પણ મૃત્યુ થયું છે જેથી મૃતકોની સંખ્યા બે થઇ ગઇ છે. છે. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના ખાટકીવાસ પાસે બારસાખ રાજપૂત શેરીમાં કોઈ કારણોસર મારામારી થઇ હતી અને મામલો બિચક્તા ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ ખાટકીવાસ ચોકમાં રહેતા રફીક માઠાના પુત્ર પર થયુ હતું. ફાયરિંગમાં મમુ દાઢી અને એના ભત્રીજા સહીત 3 લોકો ઘાયલ અને 1નું મોત થયુ છે. ફાયરિંગમાં આદિલ રફીક નામના 32 વર્ષ યુવકનું મોત થયુ છે. જ્યારે અન્ય 5થી વધુ લોકો ઇજા થતા રાજકોટ ખસેડાયા છે. પોલીસ હાલ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસનો દોર શરૂ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, રાજકોટ અને મોરબીમાં જમીનોના વિવાદમાં ખુલ્લેઆમ ફાયરિંગ અને ધમકીઓ દોર ચલાવી અરાજક્તાનું સામ્રાજ્ય સર્જી દેનાર ગેંગોનો આતંક યથાવત છે. હાલમાં સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી રહી છે કે, આજે થયેલ ફાયરિંગ પણ તેનો જ એક ભાગ હોઇ શકે છે.

 

Related posts

મોરબી સહિત આઠ જિલ્લામાં નવી GIDC બનશે : મુખ્યમંત્રીની જાહેરાત

Hello Morbi

*HELLO MORBI:મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ યોજાયો.*

editor

*અખિલ ભારતીય કોળી સમાજ ના ગીર સોમનાથ જીલ્લા ના યુવા પ્રમુખ તરીકે ગોવિંદ ભાઈ વાઢેળ ની વરણી*

Hello Morbi

Leave a Comment