• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા તાલુકાના ઘુનડા(ખા.) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર આવકાર્યો*

રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનવ્યે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના ઘુનડા(ખા.) ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઘુનડા(ખા.) ના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતને ઓ.ડી.એફ. પ્લસ મોડેલ વિલેજ જાહેર કરી પ્રમાણપત્ર એનાયત કર્યુ. આ ઉપરાંત ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.

કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, ઉજ્જવલા યોજના,વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલભાઈ શેરશિયા, અગ્રણી સર્વશ્રી વસંતભાઈ માંડવીયા, નથુભાઈ કડીવાર, સંજયભાઈ ભાગીયા, તેમજ સરકારી વિભાગના અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ સહિત ઘુનડા(ખા.) ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*મોરબી માં સ્વચ્છતા અભિયાન ક્યારે!? ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ ડેન્ગ્યુ મેલેરીયા જેવા રોગચાળાનો ભય!*

Hello Morbi

*જામનગર તાલુકાના ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં રૂ.૨૨ લાખ ૪૭ હજારના ખર્ચે મેડિકલના સાધનો વિકસાવવામાં આવ્યા* 

Hello Morbi

*HELLO MORBI NEWS:નેશનલ રૂરલ આઇ.ટી. કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલનો દબદબો. ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા.*

editor

Leave a Comment