• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

સુર્યમંડળનાં બે મહારાજાઓનું મિલન સુર્યમંડળનાં સૌથી મોટા બે ગ્રહોને પાવરફૂલ ટેલિસ્કોપનાં માધ્યમથી


ગુરૂ અને શનિની મહાયુતી ધ્રોલ-તેમજ આજુબાજુ ગામનાં વાસીઓએ નિહાળી
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સોમવારની સંધ્યાએ ગુરૂ અને શનિની મહાયુતીનું ધ્રોલના તમામ ખગોળરસિકોને નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આ મહાયુંતીને નિહાળવા બહોળી સંખ્યામાં ખગોળ રસિકો સામેલ થયા હતા. જેમાં ધ્રોલ તાલુકાના પ્રાંત અધિકારીશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. તેમજ આ મહાયુતી નિહાળવા બાળકો, મહિલાઓ, વડીલો, શિક્ષકો, પત્રકારો સૌ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાયુતીને નિહાળવા પાંચ જેટલા પાવરફુલ ટેલીસ્કોપ ગોઠવવામાં આવ્યા હતા. ગુરૂ અને શનિની યુતિ ઉપરાંત બધાએ શનિના વલયો અને ચંદ્રને પણ નિહાળ્યો હતો. આ મહાયુતીને લોકોએ સરકારશ્રી ની ગાઈડલાઈન અનુસાર સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને અને માસ્ક પહેરીને વારાફરતી નિહાળી હતી. ગુરૂ અને શનિની મહાયુતી વિશે પ્રોગ્રામ ઓફિસર ડૉ.સંજય પંડ્યા દ્વારા સૌને ઘણીબધી રોચક માહિતી આપવામાં આવી હતી. આ રીતે તમામ ખગોળરસિકો આ મહાયુતીનો સંગમ નિહાળી આનંદિત થયા હતા. આ મહાયુતી નિહાળવા સામેલ થનાર તમામ ખગોળરસિકોને સંસ્થાના ચેરમેનશ્રી હરસુખભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

Related posts

*જામનગર ના મુસ્લિમ પરિવાર ના બે બાળકો મજોઠ ડેમ માં નાવા પડતા ડૂબી જવાથી મૃત્યુ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોટા દહીસરા ગામે બનેલ હત્યાના પ્રયાસમા ફરાર થઈ ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ*

editor

*HELLO MORBI: મોરબી ખાતે માનસ શ્રદ્ધાંજલિ રામ કથાનું શ્રવણ કરતા માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*

editor

Leave a Comment