• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા : ચોરીની શંકાએ ઢોર માર મારતા પરપ્રાંતિય યુવકનું મૃત્યુ પોલીસ તપાસના ચક્રો ગતિમાન*

પોલીસે અજાણ્યાં શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

ટંકારા : ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની શંકાએ અજાણ્યા શખ્સોએ ઢોર માર મારી એમપીના યુવકને પતાવી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલમાં પોલીસે અજાણ્યાં શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

રાજકોટ જિલ્લાના ગૌરીદડ વિસ્તારમાં રહેતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના વતની રામલા કાળુભાઇ કટારા નામના યુવક ચોરી કરવા અને દારૂ પી ઝઘડા કરવાની વૃત્તિ વાળો હોવાથી અવારનવાર ઝઘડા કરી મારમારી કરતો હતો. ગત એક સપ્તાહ પહેલા ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ શખ્સોએ ચોરીની શંકા રાખી ઢોર માર માર્યો હતો અને બાદમાં તેને અધમૂઈ હાલતના છોડી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને કોઈ વ્યક્તિ સીવીલ હોસ્પિટલમાં મૂકી ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.                                                                             આ બનાવ બાદ મૃતકની પત્ની ધનુબેન રામલા કટારા મૃતકને અંતિમ વિધિ માટે તેના વતન લઈ ગઈ હતી. વિધિ પૂર્ણ કરી પરત ફરતા ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની શંકા રાખી ઢોર મારમારી હત્યા કર્યાની ફરીયાદ નોધાવી હતી. આ બનાવ અંગે ડીવાયએસપી રાધિકા ભારાઈએ વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

*HELLO MORBI:સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી બે મહિના સુધી જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાશે*

editor

*વાંકાનેરના દીઘડીયા ના સરપંચ રસુલભાઇ ખોરજીયા ન ૫૪ વર્ષમાં પ્રવેશ નિમિત્તે જન્મદિવસની વર્ષા*

Hello Morbi

*રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના ફોર્મ* *૨૧ જાન્યુઆરી સુધી ભરી શકાશે* *શ્રેષ્ઠ કર્મચારીઓ/સ્વરોજગાર દિવ્યાંગ વ્યક્તિ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતા અને દિવ્યાંગ વ્યક્તિઓ માટેના પ્લેસમેંન્ટ ઓફિસરને મળશે પારિતોષિક*

Hello Morbi

Leave a Comment