• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ખાતે મોરબી (સૌરાષ્ટ્ર) પોલિપેક એસોસિયેશન ની રચના પ્રથમ પ્રમુખ તરીકે ટંકારા બાલાજી પોલિપેક નાજગદીશભાઈ પનારા ની વરણી*

ટંકારા ખાતે મોરબી( સૌરાષ્ટ્ર) પોલિપેક એસોસિયેશન ની સ્થાપના કરવામાં આવેલ. પ્રથમ પ્રમુખ તરીકે ટંકારા તાલુકાના લખધિરગઢ ગામના વતની અને બાલાજી પોલિપેક ના જગદીશભાઈ અમરસી ભાઈ પનારા ની વરણી કરાયેલ છે.તાજેતર માં ટંકારા ખાતે મોરબી જિલ્લામા ધમધમતી ૧૨૫ જેટલી પોલિપેક ઈન્ડસ્ટ્રીઝ ના સંગઠન ની સ્થાપના કરવામાં આવેલ. જેમા સંગઠન થકી સાહસ ને સહકાર થકી ઉધોગ ને આગળ ધપાવવા માટે મોરબી (સૌરાષ્ટ્ર) પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ ની રચના કરાયેલ.

 

એસોસિયેશન ના પ્રથમ પ્રમુખ તરીકે ટંકારા તાલુકાના લખધિરગઢ ગામના બાલાજી પોલિપેક ના જગદીશભાઈ અમરસી ભાઈ પનારા ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. સાથે ટીમ ના સભ્ય તરીકે લોયલ પોલિપેક ના અશોકભાઈ, તિરૂપતિ પોલીપેક ના વિપુલભાઈ, સમય પોલિપેક ના દુર્લભજીભાઇ, યક્ષ પોલિપેક ના સતિષ ભાઈ, સ્ટાર પોલીપેક ના વિનોદભાઈ, શિવા પોલિપેક ના રાકેશભાઈ, સ્લોગન ગ્રુપ પોલીપેકવાળા ફાલ્ગુનભાઈ, પોલિકોન પોલીપેક ના બાબુભાઈ, વેનુસ પોલિપેક ના ઉમેશભાઈ તથા પવનસુત પોલિપેક ના બિમલભાઈ નો ટીમ માં સમાવેશ કરાયેલ છે.પોલિપેક ઉધોગ થકી મોરબી જિલ્લા મા વીસેક હજાર લોકો ને રોજગારી ઉપરાંત મોરબી જિલ્લા ના વેપારીઓ ના ધંધા વેપાર ને મદદ મળે છે.

 

આ મિટિંગમાં અયોધ્યા મા નવ નિર્માણ થતા ભગવાન શ્રી રામ ના ભવ્ય મંદિર માટે અનુદાન માટે અપિલ ને વધાવી માતબર રકમ એકઠી કરી હતી.

 

દુર્લભજી ભાઈ દેથરિયા દ્વારા નવા વરાયેલ પ્રમુખ જગદીશભાઈ પનારા ને અભિનંદન અપાયેલ.

Related posts

*જોડિયા તાલુકાના પીઠડ ગામે તાલુકા શાળા નો 139 મો જન્મ દિવસ ઉજવાયો*

Hello Morbi

*HELLO MORBI:૫ સપ્ટેમ્બર- શિક્ષક દિવસ; મોરબી જિલ્લાનું ગૌરવ- જિલ્લાના શિક્ષક રત્નો*

editor

*HELLO MORBI:મોરબી માં શ્રી પંચેશ્વર મહાદેવ નો શ્રાવણમાસ નો ભંડારો સંતો મહંતો ની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાયો*

editor

Leave a Comment