• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ખાતે સાઈકલ રેલીનું આયોજન ના મુખ્ય મહેમાન મોરબી માળીયા ના ધારાસભ્ય શ્રી બ્રિજેશભાઈ મેરજા એ પ્રસ્થાન કરાવ્યું*

16 જાન્યુઆરી થી 15 ફેબ્રુઆરી દરમિયાન,

ગો ગ્રીન સાયકલોથોન -2021 ” સક્ષમ સંરક્ષણ મહોત્સવ ” ની ઉજવણી થઈ રહી છે. ત્યારે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય ભારત સરકારના નિર્દેશ અનુસાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સહયોગથી તા. 31 મી જાન્યુઆરી ને રવિવારે મોરબીમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને મુખ્ય મહેમાન મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય, બ્રેજશભાઇ મેરજા એ પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોરબીમાંથી ૫૦ જેટલા સાયકલવીરો એ ભાગ લીધો હતો અને છોટાલાલ પેટ્રોલ પંપ થી ગાંધીચોક થી સરદાર પટેલની પ્રતિમા થઈને છોટાલાલ પેટ્રોલ પંપ એ રેલી પૂર્ણ થયેલ હતી. આ તકે લોકોએ ગ્રીન મોરબી, ક્લીન મોરબી અંતર્ગત નિયમિત રીતે સાઇકલનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય જાળવવા અને પર્યાવરણ બચાવવામાં સહભાગી થવાના સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે એક્સ આર્મીમેન જયંતીભાઇ ડાભી, આયોજન કર્તા છોટાલાલ એન્ડ કું. ના વહિવટ કર્તા પ્રમોદભાઇ સોલંકી, આઇ.ઓ.સી.ના મોરબી ડિસ્ટ્રીક્ટ એસ.ઓ. ગૌરવ જૈન તેમજ રોટરી ક્લબના સેક્રેટરી રૂપેશ પરમાર (કવિ જલરૂપ), મોરબી રેવન્યુ બાર એસોશીએસન ના પ્રમુખ, સંજયભાઈ રાજપરા, હિતેષભાઇ હડિયલ(સી.એ.) વિજયભાઇ પરમાર, ભરતભાઇ પરમાર, સુરેશભાઇ પરમાર, રોહિતભાઇ કંઝારીયા રમેશભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:આદર્શ આચારસંહિતા અન્વયે લાઉડ સ્પીકરના ઉપયોગ તથા વાહનો પર લાઉડ સ્પીકર લગાડવા ઉપર પ્રતિબંધિત*

editor

*ભુકંપમાં નવા બનેલા મકાનોની સનંદો આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા કેડી બાવરવા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા અને ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા નો આજે જન્મ દિવસ*

editor

Leave a Comment