• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: અંતે માજી નગર પાલિકા ના પ્રમુખ કેતન વિલપરાને ટિકિટ ફાળવણી કરાઈ*

મોરબી નગર પાલિકામાં સખળ-ડખળ વચ્ચે ત્રણ વોર્ડમાં ઉમેદવારો બદલ્યા : માજી પ્રમુખ લલિત કામરિયાની બાદબાકી : પ્રભુભાઈ ભૂત પણ હવે વોર્ડ નંબર આઠમાંથી લડશે.                                                                                         મોરબી : હાલ મોરબી નગરપાલિકાના ઉમેદવારો માટે ગઈકાલે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં અંતે ફેરફાર કરાયો છે, મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ અને કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કેતન વિલપરાની બાદબાકી થઈ જતા રાતભર દોડધામ બાદ અંતે કેતન વિલપરાને વોર્ડ નંબર 10માં લડાવવા ટિકિટ આપવામાં આવી છે તો માજી પ્રમુખ લલિત કમરિયાની કન્ફ્રર્મ ટિકિટ રદ થઈ જવા પામી છે આ ઉપરાંત પણ અન્ય વોર્ડમાં ફેરફાર કરાયા છે.

 

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રદેશ સાથે પરામર્શ બાદ મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 5,8 તથા 10ના ઉમેદવારોમાં ફેરફાર કરાયો છે.જે અન્વયે વોર્ડ નંબર પાંચમા સંદીપભાઈ દફતરીના સ્થાને માજી પાલિકા પ્રમુખના પુત્ર કમલભાઈ રતિલાલ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.એ જ રીતે વોર્ડ નંબર 8 માં માજી પાલિકા પ્રમુખ લલિતભાઈ કામરિયાના સ્થાને વોર્ડ નંબર 10માંથી પ્રભુભાઈ ભૂતને લડાવવા નક્કી પણ કરાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા તથા 𝐈𝐌𝐀 (𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐌𝐞𝐝𝐢𝐜𝐚𝐥 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧) મોરબી દ્વારા વિધાર્થીઓ માટે હીમોગ્લોબીન્ તેમજ બલ્ડગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો*

editor

*HELLO MORBI:રાજકોટમાં કુરેશી સાદીયા પ્રથમ નંબરે અને અરફા કુરેશી ત્રીજા નંબરે સ્થાને સમાજનું અને શાળાનું ગૌરવ બની*

editor

*એ આઈ એમ આઈ એમ પાર્ટીમાં કાલાવડના રફીકશા ની ગુજરાત પ્રદેશસંગઠન મંત્રી તરીકે નિમણૂક*

Hello Morbi

Leave a Comment