ટંકારા : ટંકારા તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની ત્રણ બેઠકોમાં આજે 7 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. આ સાથે તાલુકા પંચાયતની 15 બેઠકો ઉપર 37 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય આજે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ધસારો નોંધાયો હતો.
ટંકારા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની લજાઈ બેઠક ઉપર દિનાબેન અનિલકુમાર કામરીયા અને જાગૃતિબેન વિનોદભાઈ ડાકાએ તથા ઓટાળા બેઠક ઉપર પરમાર સોમીબેન કમલેશભાઈ, પરમાર ડિમ્પલબેન મકનભાઈ, પારીયા અમૃતાબેન નિરંજનભાઈ અને ટંકારા બેઠક ઉપર ભુપેન્દ્રભાઈ દામજીભાઈ ગોધાણી, કાંતિલાલ દામજીભાઈ અઘેરાએ ફોર્મ ભર્યું હતું. જ્યારે ટંકારા તાલુકા પંચાયતની હરબટીયાળી બેઠક ઉપર ઝાપડા જીગુબેન મહેશભાઈ, જબલપુર બેઠક ઉપર સુરલીયા નિલેશભાઈ દયાળજીભાઇ, હરસોરા રાજેશભાઈ કિશોરભાઈ, નારીયાણા કૌશિકભાઈ મગનભાઈ, મિતાણા બેઠક ઉપર સંઘાણી અશોકભાઈ ચકુંભાઈ, સંઘાણી મધુબેન અશોકભાઈ, નાના ખીજડિયા બેઠક ઉપર દધોરિયા અસ્માબેન મહમદઅલી, ઉઠમણા નજમાબેન તુંફેલઅહમેદભાઇ, નેકનામ બેઠક ઉપર હાલપરા મયુર વશરામભાઈ, અઘેરા ધર્મેન્દ્ર ભાણજીભાઈ, દેત્રોજા નલિનભાઈ સરજીભાઈ, કોરિંગા મુકેશભાઈ મગનભાઈ, ઓટાળા બેઠક ઉપર દેત્રોજા કિરણબેન નરેન્દ્રભાઈ, દેત્રોજા ચંદ્રિકાબેન અંબારામભાઈ, ઘોડાસરા અમૃતાબેન મગનભાઈ, સાવડી બેઠક ઉપર ઢેઢી રિટાબેન ચંદ્રકાંતભાઈ, ગજેરા રીનાબેન પ્રદીપભાઈ, વીરવાર બેઠક ઉપર દુબરિયા ગીતાબેન રમેશાભાઈ, પરમાર લાભુબેન રાયમલભાઈ, ધુનડા બેઠક ઉપર જનકબેન ગૌતમભાઈ ખાખરીયા, કુંદન જગદીશભાઈ કોરડીયા, મનીષબેન રાજેશભાઈ કોરડીયા, લજાઇ -1 બેઠક ઉપર લાભુબેન જયંતિલાલ સારેસા, વૈશાલી જયેશભાઇ ચાવડા, લજાઈ-2 બેઠક ઉપર પંકજભાઈ દયારામભાઈ મસોત, નસીતપર બેઠક ઉપર વિપુલભાઈ હરગોવિંદ કુંડારિયા, પ્રદીપભાઈ રતનશી બરાસરા, ટંકારા બેઠક ઉપર સુનીતાબેન ભુપેન્દ્રભાઈ ગોધાણી, નીમિયા અલ્પેશભાઈ ભાલોડીયા, ભાવનાબેન નવઘણભાઈ દંતેસરિયા, ચાર્મીબેન ભાવેશભાઈ સેજપાલ, ટંકારા-2 બેઠક ઉપર ચેતનકુમાર રમણિકભાઈ ત્રિવેદી, સલિમભાઈ દાઉદભાઈ ભાણુ, ઇરફાનભાઈ હાસમભાઈ સોહવદી , મિતેષ ચંદ્રકાંતભાઈ મહેતા, ટંકારા-3 બેઠક ઉપર રુષતમ હુસેનભાઈ ચૌધરી, ઉસ્માન હુસેનભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે.
